કોરોનાના કપરા સમયમાં કલા સંગીત સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ કલાકારોને રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 11:00:53
  • Views : 253
  • Modified Date : 2021-05-21 11:00:53

     કોરોનાની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે પાટણ શહેર અને જિલ્લામાં જીલ્લા પ્રશાસનની સાથે સાથે અનેકવિધ સેવાકીય સંસ્થાઓ કાર્યરત બની છે. ત્યારે પાટણ શહેરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંગીત અને કલા ક્ષેત્રે સંકળાયેલા જરૂરિયાતમંદ કલાકારોના પરિવારજનોને કોરોનાની વૈશ્વિક મહામારીમાં જ્યારે તેઓનાં ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ છે ત્યારે આ કપરાં સમયે કલાકારોને મદદરૂપ બનવાની ભાવના સાથે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવી રહી છે. બુધવારના રોજ પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ તપોવન સ્કૂલના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર સુપ્રિતસિગ ગુલાટીની ખાસ ઉપસ્થિત વચ્ચે પાટણ શહેરના સંગીત કલા ક્ષેત્રે સંકળાયેલા કલાકારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ વિતરણ કરવામાં આવી હતી.

     તપોવન સ્કૂલ ખાતે પાટણની કલા સંગીની સંસ્થાના ઉપક્રમે રિલાયન્સ ફાઉન્ડેશન પાટણના સહયોગથી આયોજિત કરાયેલા આ કીટ વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટરે રિલાયન્સ ફાઉન્ડેશનની કોરોનાના કપરા સમયમાં પાટણના કલા સંગીત સાથે સંકળાયેલા જરૂરિયાત મંદ કલાકારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવાના કાર્યક્રમને સરાહનીય લેખાવી પાટણ શહેરમાં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન સહિત અનેકવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કોરોનાના કપરા સમયમાં જિલ્લા પ્રશાસનને તમામ પ્રકારે મદદરૂપ બનવાની ભાવનાને બિરદાવી હતી.

     રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત કરાયેલા કીટ વિતરણ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રિતસિગ ગુલાટી, રિલાયન્સ ફાઉન્ડેશન પાટણના મુકેશભાઇ દેસાઇ, કલા સંગીની પાટણના દર્શક ત્રીવેદી, યોગગુરૂ કિંજલબેન પટેલ, સંગીત કલા સાથે સંકળાયેલા વિજયભાઈ ભાવસાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News