થરાદના એક ગામમાં પોતાના બનેવીએ સાળી સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:30:54
  • Views : 239
  • Modified Date : 2022-06-23 11:30:54

 

સગીરાને પાંચથી મહિનાનો ગર્ભ રહી જતા પરિવારજનોની જાણ થતા સગીરાએ પોતાના બનેવી સામે ફરિયાદ નોંધાવી

થરાદના એક ગામમાં પોતાના સગા બનેવીએ સગીર વયની સાળી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ચોંકાવનારી અને સભ્ય સમાજ માટે કલંકિત ઘટના સામે આવી છે. જેમાં માતાપિતા મજૂરી અર્થ ગયેલા હોઈ સગા બનેવી પોતાની સગી સાળીનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાએ માતા-પિતા સાથે જઇ થરાદ પોલીસ મથકે પોતાના બનેવી સામે થરાદ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનેવી એકલતાનો લાભ ઉઠાવી જોર જબરદસ્તીથી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદના એક ગામમાં સગા બનેવીએ પોતાની સગીર વયની સાળી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીર દીકરીના માતા-પિતા ધંધા અર્થ ગયેલા હોવાનો એકલતાનો લાભ લઇ સગીરાના બનેવીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, ઘટના પાંચથી મહિના પહેલા થઈ હતી. પરંતુ સગીરાને તેના બનેવીએ ધમકી આપતા સગીરાએ ડરના કારણે પોતાના પરિવારજનોને વાત ના કરતા આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો પરિવારજનોને ધ્યાને આવ્યો હતો. દરમિયાનમાતા-પિતા સહિત પરિવારજનો સગીરાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને સગીરા પોતાના બનેવીની સામે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ પોલીસે સગીરાના બનેવી સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી

જોકે અંગે થરાદ PI જે બી ચૌધરી જણાવ્યું હતું કે, થરાદ પંથકના માતાપિતા સાથે એક સગીરા થરાદ પોલીસ સ્ટેશનમા આવી હતી. જેણે પોતાની હકીકત પોતાના માતાપિતા સમક્ષ જાહેર કરેલ હતી. જેમાં તેના સગા બનેવી તેના પર દુષ્કર્મ કર્યું હોઈ જેને આશરે પાંચ માસ નો ગર્ભ હોવાનું પોતે જણાવતી હોઈ જેથી મહિલા કોસ્ટેબલ સાથે રાખીને તેની યોગ્ય પૂછપરછ કરી ત્યાર બાદ તેના લખાણ મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે. અને બાબતે એનું મેડિકલ પરીક્ષણ કરવાની તેમજ તપાસ ના કામે તહોમતદાર ને ઝડપી લેવાના ચક્રો ગતીમાન કરેલા છે.

Download Our B K News Today App



Related News