ડીસાના વેપારી સાથે ઝેરડા નજીક થયેલ લૂંટ કેસમાં તાલુકા પોલીસે લૂંટારુ ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 10:29:50
  • Views : 2068
  • Modified Date : 2022-01-10 10:29:50

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે ગત મોડીરાત્રે ડીસાના એક વેપારીને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા ઓમ પાર્ક ખાતે રહેતા રસિકભાઈ ચોખાવાળા મરચાના વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને રસિકભાઈ ચોખાવાળા લુણપુર ના શામતુજી દરબાર ની ઈકોગાડી દ્રાઈવર મારફતે મરચાં ડીસા થી રાજસ્થાન ખાતે વેપાર કરતા હતા.ગઈ કાલે ડીસા થી રાજસ્થાન ખાતે મરચા નો વેપાર કરી ઉઘરાણી કરી 7 લાખ ઉપરાંત ના રોકડ રકમ લઈ ડીસા આવી રહ્યા હતા તે દરમિયાન ધાનેરા પાસે બે શખ્સો ને ડીસા    આવવા  માટે ઇકો ગાડી રોકાવેલ જેબાદ બે શખ્સો ને ઇકો ગાડીમાં બેસાડી ડીસાના ઝેરડા નજીક આવતા ઇકોગાડી ના ચાલકે ગાડી ઉભી રાખેલ તે દરમિયાન ધાનેરા થી બેઠેલ બે શખ્સો એ તિક્ષણ હથિયાર વડે રસિકભાઈ ચોખાવાળા પાસેથી રૂપિયા સાત લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા જે બાદ રસિકભાઈ ચોખાવાળા એ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાદ ડીસા તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો હતો તેમજ કુલ પાંચ આરોપીને ઝડપી લીધા હતા સમગ્ર લૂંટનો પ્લાન ઈકો ગાડીના ડ્રાઈવર શામતુંજી દરબારે બનાવ્યો હતો દરરોજ વેપારીની સાથે જતા હોવાથી તેમજ વેપારી ઉઘરાણી લઈને આવતા હોવાની ડ્રાઇવર ને જાણ હતી જેથી ડ્રાઇવર પોતાના ગામના જ અન્ય શખ્સો સાથે મળી વેપારી સાથે લૂંટ ચલાવી હતી પોલીસે તમામ પાંચ આરોપી સાથે તમામ મુદ્દામાલ તેમજ રીક્ષા અને ઇકો ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News