એકતરફી પ્રેમમાં પાગલ યુવક બર્થડે ગિફ્ટ આપવા સગીરાના ઘરે ગયો, પ્રેમિકાની માતાએ પોલીસને બોલાવવાનું કહેતા ફેંટો મારી બે દાંત તોડી નાખ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-12 13:17:41
  • Views : 293
  • Modified Date : 2021-06-12 13:17:41

    એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીર પ્રેમિકાના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ ત્યા સગીરાની માતા હાજર હોવાથી આ શખ્સે તેઓને કહ્યું હતું કે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તે ગિફ્ટ આપવા આવ્યો છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. જેથી સગીરાની માતાએ લગ્ન બાબતની મનાઈ કરતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં મહિલા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ પોલીસને બોલાવવાનું કહેતાં આ શખ્સે સગીરાની માતાને માર મારતા આ મહિલાના બે દાંત પડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ શાહપુર પોલીસે આ અંગે રોમિયો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    શાહપુરમાં રહેતા 40 વર્ષીય મહિલા હાલ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. તેઓ શાહપુરમાં તેમના પતિ તથા બે દીકરીઓ તથા દીકરા સાથે રહે છે. જેમાં 16 વર્ષની એક દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ મહિલાનો પતિ બુક બાઈન્ડીંગનો વેપાર ધંધો કરે છે. તા.11મી જૂનના રોજ સવારે 9 વાગ્યે આ મહિલા અને તેની 16 વર્ષની દીકરી ઘરે હાજર હતા. તે સમયે કેનેડી પોળમાં રહેતો એક શખ્સ તેમના ઘર આગળ આવ્યો હતો અને બાદમાં આ શખ્સે 40 વર્ષીય મહિલાને જણાવ્યું કે, આજે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તેને જન્મદિવસની ગિફ્ટ આપવાનો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

    જેથી મહિલાએ આ શખ્સને કહ્યું કે, તું મારી દીકરીને શા માટે બદનામ કરે છે, મારી દીકરી ને તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહેતાં આ શખ્સે મહિલાને બિભત્સ ગાળો બોલી હતી. બાદમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ તેનો શર્ટ પકડીને પોલીસને બોલાવું છું તેમ કહેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને મોઢાના ભાગે ફેંટો મારી લોહી કાઢયું હતું. ઇજાગ્રસ્ત મહિલાના મોઢામાંથી બે દાંત પડી ગયા હતા અને આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી મહિલાને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર બાબતને લઈને શાહપુર પોલીસને જાણ કરાતા શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Download Our B K News Today App



Related News