બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમ પ્રકરણમાં યુવક-યુવતીએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 12:45:12
  • Views : 603
  • Modified Date : 2021-05-29 12:45:12

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોના મોત નિપજ્યા છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે હત્યા અને આત્મહત્યાની ઘટનાઓમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં અનેક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં હત્યા આત્મહત્યા ચોરી લૂંટ જેવી અનેક ઘટનાઓ વારંવાર સામે આવી હતી સતત વધતી જતી ગુનાહિત ઘટનાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અનેક ગુનાહિત ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સરહદી વિસ્તારમાં ૫થી પણ વધુ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે.

    બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટના જાણે નજીવી બની ગઈ હોય તેમ એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે આવી એક ઘટના આજે ડીસા તાલુકાના માણેકપુરા ગામે બની હતી. ડીસા તાલુકાના માણેકપુરા ગામે રહેતા વકતુંજી ઠાકોર અને તેની પ્રેમિકા અસ્મિતા  છેલ્લા ઘણા સમયથી બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં જોડાયા હતા પરંતુ પરિવારના લોકોને તેમનો પ્રેમ મંજુર હોવાના કારણે આજે માણેકપુરા ગામમાં ઝાડ પર દોરી બાંધી બંને લોકોએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. રાત્રિના સમયે ઘરેથી બંને લોકો ગુમ થયા હતા જે બાબતની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા મોડે સુધી બંને લોકોને શોધખોળ કરવામાં આવી હતી પરંતુ જ્યારે બંને લોકોએ ઝાડ દોરડા વડે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે તેવી જાણ થતાની સાથે પરિવારમાં શોક છવાયો હતો.

    આજરોજ ડીસા તાલુકાના માણેકપોર ગામે પ્રેમી યુગલે ઝાડ પર દોરડા વડે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી સવારે બાબતની પણ આજુબાજુના લોકોને તથા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ અંગેની જાણ લોકોએ તાત્કાલિક યુવક અને યુવતીના પરિવારજનોને કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી જે બાદ ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશનો કબ્જો મેળવ્યો હતો અને બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી અને પોલીસે યુવક યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરે છે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News