24 કલાકમાં 13,232 દર્દી મળ્યા, 13,148 સાજા થયા; 19 દિવસમાં પ્રથમ વખત કોરોનાના નવા કેસનો આંક સાજા થનારાથી વધુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 13:45:30
  • Views : 257
  • Modified Date : 2021-01-25 13:45:30

    દેશમાં કોરોનાના સંક્રમણનાં ઘટતાં આંક પર થોડી બ્રેક લાગી છે. છેલ્લા 24 કલાકમાં 13232 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 13,148 દર્દી સાજા થયા છે. 6 જાન્યુઆરી બાદ આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા સાજા થનારા દર્દીઓ કરતાં વધુ આવી છે. ત્યારે 20,472 દર્દી મળ્યા હતા અને 19689 સાજા થઈ ચૂક્યા હતા.

    રવિવારે દેશમાં 131 દર્દીએ આ મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 57નો ઘટાડો થયો. અત્યારસુધીમાં સંક્રમણના 1.06 કરોડ કેસ નોંધાયા છે. એમાંથી 1.03 કરોડ દર્દી સાજા થયા છે. 1.53 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.81 લાખ દર્દી હજી સારવાર હેઠળ છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.ભારત હવે દુનિયાના તે ટોપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર આવી ગયું છે, જ્યાં કોરોનાના કારણે દરરોજ સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યાં છે. છેલ્લા 12 દિવસથી દેશમાં 200થી ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે. હવે આ બાબતે ભારતનું સ્થાન દુનિયામાં 16થી 20 નંબર વચ્ચે રહ્યું છે.

    હાલમાં દરરોજ અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ થઇ રહ્યાં છે. રવિવારે અહીં 1844 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબર પર મેક્સિકો છે. અહીં રવિવારે 1470 લોકોનાં મૃત્યુ થયાં હતાં.


Download Our B K News Today App



Related News