15 રાજ્યમાં કોરોના દર્દીઓની મળવાની ઝડપ 5% કરતાં વધુ થઈ; પંજાબમાં મૃત્યુદર સૌથી વધુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-03 13:47:50
  • Views : 286
  • Modified Date : 2021-03-03 13:47:50

    દેશમાં કોરોના દર્દીઓ મળવાની ગતિ ઝડપી બની રહી છે. 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવાં છે, જ્યાં પોઝિટિવિટી રેટ એટલે કે દર્દીઓના મળવાની ગતિ 5% કરતાં વધુ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13.2% પોઝિટિવિટી દર છે. આ ઉપરાંત ગોવામાં 11.1%, નાગાલેન્ડમાં 9.3% અને કેરળમાં 9.2%ની ઝડપે કેસ સામે આવી રહ્યા છે.

    મૃત્યુદરની વાત કરીએ તો પંજાબ આ બાબતમાં સૌથી આગળ છે. અહીં દર 100 કોરોના દર્દીઓમાંથી લગભગ ત્રણ લોકો મૃત્યુ પામી રહ્યા છે. મૃત્યુદર અહીં સૌથી વધુ 3.2% છે. બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 2.4%ની ઝડપે લોકો જીવ ગુમાવી રહ્યા છે. સિક્કિમમાં 2.2% અને પશ્ચિમ બંગાળમાં 1.8% મૃત્યુદર નોંધાયો છે.કોરોના દર્દીઓમાં ઝડપની વચ્ચે જ એક રાહત મળવાના સમાચાર છે. દેશમાં 5 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં 99%થી વધુ દર્દીઓ સાજા થયા છે. આમાં બિહાર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ઓડિશા અને આંધ્રપ્રદેશ છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 99.7% દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

    મંગળવારે દેશભરમાં 14 હજાર 997 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 13 હજાર 113 લોકો સ્વસ્થ થયા અને 98 લોકોનાં મોત નીપજ્યાં. અત્યારસુધીમાં 1 કરોડ 11 લાખ 39 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 1 કરોડ 8 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 57 હજાર 385 દર્દી મૃત્યુ પામ્યા છે, જેમાં 1 લાખ 67 હજાર 183 દર્દી સારવાર લઈ રહ્યા છે.

  • 1.હરિયાણાના કરનાલમાં એક સ્કૂલની હોસ્ટેલમાં 54 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કરનાલના સિવિલ સર્જન યોગેશકુમાર શર્માએ મંગળવારે કહ્યું હતું કે અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હોસ્ટેલને કન્ટેન્મેન્ટ ઝોન બનાવવામાં આવ્યું છે.
  • 2.એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય મહિલાઓ કોરોનાની વેક્સિન પર વધારે વિશ્વાસ રાખે છે. ભારત ઉપરાંત ફિલિપિન્સ અને કેટલાક લેટિન અમેરિકન દેશોમાં રહેતી મહિલાઓએ કોરોનાની વેક્સિન પર ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સર્વે 16 દેશોની સગર્ભા સ્ત્રીઓમાં કરવામાં આવ્યો હતો. એમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ધરાવનારી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મહિલાઓએ પોતાનાં બાળકોને પણ વેક્સિન લગાવવા પર સહમતી દર્શાવી હતી. આ સર્વે હાર્વર્ડ ટી.એચ. ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો.
  • 3.મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું મંગળવારે અવસાન થયું હતું. કોરોના સંક્રમણ લાગ્યા બાદ 5 ફેબ્રુઆરીએ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Download Our B K News Today App



Related News