જિલ્લાના 14 તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદનો નોંધાયો છે જેને લઇ ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 13:17:20
  • Views : 360
  • Modified Date : 2022-07-26 13:17:20



બનાસકાંઠા જિલ્લા ને મેઘરાજાએ છેલ્લા બે દિવસથી ઘમરોળી રહ્યા છે અને 48 કલાકમાં જિલ્લાના 14 તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદનો નોંધાયો છે જેને લઇ ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે


બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થયો છે બે દિવસથી જિલ્લાના સરહદી વિસ્તારો ની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે. થરાદ સુઈગામ ભાભર અને દિયોદર માં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે અન્ય તાલુકાઓમાં પણ બે થી ત્રણ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહે છે, આમ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા છે તેવામાં આ વરસાદથી ખેડૂતો ને ફરી એકવાર પાણી ન તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે જિલ્લાની અંદર સૌથી વધુ ચોમાસાની અંદર વાવેતર થાય છે અને આ વખતે સારા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધુ થવાની શક્યતાઓ પણ વધી છે, ખાસ કરીને ચોમાસામાં મગફળી ,રાયડો ,એરંડા અને બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે અને આ વરસાદથી પાકને ખૂબ જ મોટો લાભ થશે તેવું ખેડૂતો માની રહ્યા છે . . .  .


Download Our B K News Today App



Related News