10 વર્ષમાં 6 મહિલાએ રિવોલ્વર, પિસ્ટલ માટેનું લાઈસન્સ મેળવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 12:32:35
  • Views : 259
  • Modified Date : 2021-03-08 12:32:35

    અમદાવાદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં માત્ર છ મહિલાએ જ રિવોલ્વરના લાઇસન્સ માટે અરજી કરી હતી. છેલ્લાં બે વર્ષથી તો એક પણ અરજી આવી નથી. સેલ્ફ પ્રોટેક્શન સહિત સ્પોર્ટ્સમાં ઇન્ટરનેશનલ સિદ્ધિ મેળવનાર મહિલાઓએ રિવોલ્વરનું લાઇસન્સ મેળવ્યું છે. બંદૂકના લાઇસન્સ મેળવનાર બોપલમાં બે સહિત બાવળા, ધંધુકા, ધોળકા અને દસ્ક્રોઇમાં એક-એક મહિલા છે.

    એચસીજી હોસ્પિટલમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં મહત્વના હોદ્દા પર ફરજ બજાવતી ડો.શ્વેતલ ગઢવીએ પિસ્ટલ શૂટિંગ સ્પર્ધાઓમાં છેલ્લા ચાર વર્ષમાં રાજ્યકક્ષાએ સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ડો.શ્વેતલે કહ્યું કે, કોઇ પણ સ્પોર્ટ્સમાં ઉંમર બાધ્ય નથી. પિસ્ટલની ઉપયોગિતા માત્ર સ્પોર્ટ્સ માટે જ કરું છું, જાહેર જીવનમાં ઉપયોગ કરતી નથી.21 વર્ષીય ફરનાઝ હોમિયાર વકીલે 11 વર્ષની વયે રાઇફલ ક્લબમાં શૂટિંગની ટ્રેનિંગ લઇ નેશનલમાં બે બ્રોન્ઝની સિધ્ધિ મેળવી છે. 14 વર્ષે બંદૂકનું લાઇસન્સ મેળવનાર ફરનાઝે કહ્યું કે, સમાજમાં હિંમતભેર કામ કરનારી મહિલાને આત્મરક્ષણ માટે બંદૂકનું લાઇસન્સ આપવું જોઇએ. મારી પાસે સાત હથિયાર છે, જો કે, હું બહાર ફરવા જવું ત્યારે સાથે રાખતી નથી.


Download Our B K News Today App



Related News