મસૂદ બાદ હાફિઝ સઈદ અને દાઉદનો વારો : ઈમરાન સામે વધતા પડકાર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-05 12:22:44
- Views : 629
- Modified Date : 2019-05-05 12:22:44
અંતે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો. આમાં દિલ્હીના સાતત્યપૂર્ણ રાજદ્વારી પ્રયાસો સહિતના ઘણાં આંતરરાષ્ટ્રીય પરિબળો કારણરૂપ છે. અલબત્ત, આતંકવાદને મામલે વિશ્વને એક વિચારધારાએ સાંકળવાના પ્રયાસોમાં ભારતને સફળતા મળી અચૂક કહેવાય. મસૂદ અઝહર બાદ હાફિઝ સઈદ ઉર્ફે લખી ઉર રહમાન અને દાઉદ ઈબ્રાહિમ કાસકરને પણ પાકિસ્તાને આશ્રય આપ્યો છે. એનોય હવે ફેંસલો લાવવાનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પ્રક્રિયા વખતે મસૂદ અઝહરને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનો ટાઈમિંગ ખરેખર રસપ્રદ ગણાય, પછી ભલે એ યોગાનુયોગ કેમ ન હોય. સ્વાભાવિકપણે ભાજપ આનો જશ ખાટવા માગે છે. અરુણ જેટલી બોલ્યા ય ખરા કે રાજકીય કિંમત ચુકવવાને ડરે વિપક્ષો કેન્દ્ર સરકારની આ સફળતાને ઉજવવામાં અચકાય છે. સામે પક્ષે કાંગ્રેસનો દાવો છે કે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરાવવાની પ્રક્રિયા તો અમે વરસો અગાઉ જ શરૂ કરાવી હતી હો. ભાજપ ભલે બેય હાથે જશના લાડવા ખાઈ જવા તત્પર હોય પણ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના આ નિર્ણયમાં અમેરિકા અને ચીને ચાવીરૂપ ભૂમિકા ભજવી છે એ ન ભૂલાય. મસૂદને જાગતિક આતંકવાદી જાહેર કરતી જાહેરાતમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ ટાળવામાં કેમ આવ્યો? અમેરિકા પોતાના હિત ખાતર ચીન પર દબાણ લાવ્યું છે. એક સમયે અંકલ સેમ જ પાકિસ્તાનને મોટા પ્રમાણમાં શસ્ત્રો આપતું હતું. આજેય એશિયા ખંડમાં ચીન સર્વોપરી ન થઈ જાય એ અમેરિકા માટે જરૂરી ગણાય. એક સમયના રશિયાના જિગરી દોસ્ત ગણાતા ભારત પર અચાનક પ્રેમ ઉભરાવા પાછળ વાશિંગ્ટનનો સ્વાર્થ-ભાવ સવિશેષ છે. અમેરિકા જગત જમાદાર છે એ ફરી સાબિત થયું. આમાં પાકિસ્તાનની સ્થિતિ કફોડી થશે. આર્થિક કટોકટીનો સામનો કરવામાં બેવડ વળી ગયેલા ઈમરાન ખાને હવે જગતના મંચ પર પોતાની નિષ્ઠા સાબિત કરવી પડશે. જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહરની સ્થાયી-અસ્થાયી મિલકત, બૅંક અકાઉન્ટ, આૅફિસ પર જપ્તિ લાવવી પડશે. આ માટે અગાઉ કરાતા નાટક હવે કામ નહિ આવે. ગમે તે ઘડીએ મસૂદ સામે સાચી અને સખત કારવાઈ કરવી પડશે. મસૂદ સામે શું અને કેટલું કરવું એ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણમાં સ્પષ્ટ કરાયું છે. પરંતુ રૂઢિચુસ્ત મુસ્લિમ સંગઠનો, આતંકવાદીઓ, લશ્કર અને આઈ.એસ.આઈ. સાવ ચૂપચાપ બેસી રહેશે? ઈમરાન ખાને ચોક્કસપણે આ બધાના વિરોધનો ભારે સામનો કરવો પડશે. આમાં વડા પ્રધાન ઈમરાનની વિકેટ પડી જાય તો પણ નવાઈ નહિ. અત્યાર સુધી પાકિસ્તાને પાળેલા ઝેરી સાપ હવે તેને ભારે પડ્યા વિના નહિ રહે. ઈમરાન ખાને ખરેખર શ્રેષ્ઠ આૅલ રાઉન્ડર જેવું પર્ફોર્મન્સ કરવું પડશે. હવે તેણે ભારત કરતાં પોતાના દેશની અંદરની ઘણી ટીમ સામે રમવાનું છે અને જીતવાનું છે, આ બધું જરાય આસાન નથી. પાકિસ્તાનના રાજકારણ પર લશ્કર અને આઈ.એસ.આઈ.ની નાગચૂડ જોતા આગામી દિવસો નાટ્યાત્મક ન બને તો જ નવાઈ.નવી દિલ્હીએ આ સફળતાથી પોરસાઈને બેસી રહેવાને બદલે અન્ય આતંકવાદીઓને ભીંસમાં લેવાનું ચાલુ રાખવું પડશે. મેના અંતે કેન્દ્રમાં જે કોઈ સરકાર આવે, તેણે આ દિશામાં આગળ વધવાનું રહેશે. સદ્ભાગ્યે ભારતમાં બેલેટથી સરકાર બદલાય પણ પાકિસ્તાનમાં બુલેટની બોલબાલા વધુ છે.આવા માહોલમાં ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જમ્મુ-કાશ્મીર સહિતના વણઉકલ્યા મુદ્દા ઉકેલવા માટે વાટાઘાટ ફરી શરૂ કરવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં આતંકવાદને ધંધામાં ફેરવી નાખનારા અને શસ્ત્રોના વેપારમાં મોટી મલાઈ ખાનારાં પરિબળોને ભારત-પાકિસ્તાનમાં શાંતિ આંખમાં કણાની જેમ ખૂંચવાની. પોતાનો ગરાસ લૂંટાઈ જતો બચાવવા તેઓ ગમે તે હદે જઈ શકવાના, જવાના જ.હવે મસૂદ અઝહરનું શું થાય છે એ જોવા કરતા ઈમરાન ખાન શું કરે છે એ જોવાનું વધુ રોમાંચક બની રહેશે. ટી-ટવેન્ટીની ભાષામાં કહેવાય કે ઈમરાન માટે છેલ્લી બે ઓવર શરૂ થવામાં છે. એની નાનકડી અને હાલકડોલક થતી રાજકીય કારકિર્દીમાં આવેલો આ સૌથી મોટો પડકાર છે. ઓવર ટુ ઈમરાન ખાન.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 6
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 5
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 19
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 170
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 93
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 106
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 108
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 90
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 63
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 53
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 75
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 58
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 59
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 75
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 75
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 69
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 77
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 65
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 69
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 71
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 50
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 313
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 50
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 54
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 75
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 71
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 74
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 64
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 46
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 71
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 83
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 98
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 126
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 51
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 52
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72



