મજેવડીમાં જાહેરમાં યુવકોને મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા ઈમરાન ખેડાવાલાએ કરી માગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 16:10:34
  • Views : 103
  • Modified Date : 2023-06-18 16:10:34

મજેવડીમાં દરગાહના ડિમોલિશનની નોટિસ આપવા મામલે કેટલાક અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં જાહેરમાં યુવકોને મારમારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઈમરાન ખેડાવાલાએ કરી છે.આ પ્રકારની માગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હુમલો કરનાર લોકો સામે ચોક્કસ પણે કડક પગલા લેવામાં આવે તેવી પણ માગ કરી છે. પોલીસને ન્યાયપૂર્ણ કામગીરી કરવા અને પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી છે.પોલીસે 302, 307, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા સહિત રાયોટિંગ અને પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની IPCની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધવામાં આવી છે.ટોળાએ કરેલી મારામારીમાં ઈજાગ્રસ્ત PSI ફરિયાદી બન્યા છે અને મારામારી તેમજ તોડફોડ કરનારા તમામ લોકો સામે મજેવડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ટોળાએ કરેલા બેફામ પથ્થરમારામાં એક રાહદારીને પથ્થર વાગવાથી તેનુ મોત થયુ છે. પોલીસે 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છેઆપને જણાવી દઈએ દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ બાદ થયેલી હિંસા અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરે જણાવ્યુ છે કે નોટિસ માત્ર આધાર પુરાવા માટે જ આપી હતી. કુલ 8 ધાર્મિક જગ્યાને નોટિસ અપાઈ હતી. પાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ અંગે આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી. દબાણ હટાવવાનો કોઈ મજેવડી પોલીસ સ્ટેશન પર ટોળા દ્વારા થયેલો પથ્થરમારાને લઈને એક સવાલ થયા વિના ન રહે કે શું આ પૂર્વ આયોજિત ષડયંત્ર હતુ કે કેમ. 14 જૂને કોર્પોરેશને નોટિસ આપતા લઘુમતી સમાજના લોકો ઉશ્કેરાયા હતા. 16 જૂને શુક્રવાર સાંજથી જ મજેવડી ચોકડી પાસે લોકો એક્ઠા થવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રાત્રીના સમયે મજેવડી પોલીસ ચોકી પર હુમલો કર્યો. 400 લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. પોલીસ વાહનો અને એસટી બસમાં તોડફોડ કરી.

Download Our B K News Today App



Related News