ચૂંટણી પંચની આજે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ : ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ થઈ શકે છે જાહેર

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-14 11:21:01
  • Views : 187
  • Modified Date : 2022-10-14 11:21:01

    આજે બપોરે ચૂંટણી પંચની દિલ્હીમાં મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. જેમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ શકે છે. જોકે, ગુજરાતમાં આવતીકાલે ડેપ્યુટી કમિશન આવતી કાલે આવી રહ્યા છે. જેથી હજી ગુજરાતમાં ચૂંટણીની તારીખ સામે આવે તેવી શક્યતાઓ નહીંવત છે.આપને જણાવી દઇએ કે, ભારતનું ઇલેક્શન કમિશન દ્વારા દિલ્હીમાં આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. માં આશા દર્શાવવામાં આવી રહી છે કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ શકે છે.નોંધનીય છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે. જોકે, આવતીકાલે ડેપ્યુટી કમિશન આવતીકાલે આવવાના છે ત્યારે ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તે શક્યતાઓ નહિવત હોય તેવું લાગી રહ્યું છે.ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ 25મી ઓક્ટોબરે જાહેર થઇ હતી. આ વખતે દિવાળીની આસપાસ તારીખ સામે આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે તૈયારીઓ તેજ કરી દીધી છે. બંને રાજ્યોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને રાજ્યોમાં અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય આયોજનો પણ ચૂંટણીપંચે ધ્યાને લીધા છે. 

Download Our B K News Today App



Related News