શેરબજાર ખુલતા પહેલા આ કંપનીઓ વિશે અગત્યના સમાચાર આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-02 09:49:14
  • Views : 88
  • Modified Date : 2024-01-02 09:49:14

શેરબજારમાં વર્ષના પહેલા સત્રમાં સોમવારે ફ્લેટ કારોબાર રહ્યો હતો. વિશ્વના મોટાભાગન બજારમાં નવા વર્ષના વેકેશનનો માહોલ છે જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. આજે ઘણા સ્ટોક્સ વિષે મહત્વના સમાચાર સાંપડ્યા છે જે સ્ટોકમાં એક્શન બતાવી શકે છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલેકે એલઆઇસી શેર સોમવારે 3 ટકા વધીને રૂપિયા 858 પર બંધ થયા હતા. એક મહિનામાં શેરે 30% વળતર આપ્યું છે. કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે તેને રૂ. 806 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. FY18 માટે ટેક્સ ડિમાન્ડ નોટિસ પ્રાપ્ત થઈ છે. સોમવારે શેર 0.44 ટકા વધીને રૂ.238 પર બંધ થયો હતો. એક મહિનામાં 13% અને એક વર્ષમાં 50% વળતર આપ્યું છે. બજાર બંધ થયા બાદ કંપનીએ એક્સચેન્જને જણાવ્યું હતું કે તેણે રાજસ્થાનમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે બિડ હાંસલ કરી લીધી છે.ડિસેમ્બર 2022ની સરખામણીમાં ડિસેમ્બર 2023માં રોયલ એનફિલ્ડનું વેચાણ 7% ઘટીને 63,387 યુનિટ થયું હતું. રોયલ એનફિલ્ડની નિકાસ 29% ઘટીને 6,096 યુનિટ થઈ છે.સોમવારે કંપનીનો શેર 0.5 ટકા ઘટીને રૂ. 1528 પર બંધ થયો હતો. કંપનીએ એક્સચેન્જને ત્રીજા ક્વાર્ટરના બિઝનેસ અપડેટ આપ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વોલ્યુમ 0.2% વધીને 6,03,659 ટન થયું છે.નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કોલકાતાએ ટાટા ગ્રૂપની કંપની TINPLATE ને TATA STEEL સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે. ટાટા સ્ટીલનો શેર આજે 0.072 ટકાના ઉછાળા સાથે રૂ. 139.70 પર બંધ થયો હતો. TINPLATE શેરની વાત કરીએ તો, તે 1 જાન્યુઆરીએ 0.36 ટકાના વધારા સાથે રૂ. 451.20 પર બંધ થયો હતો.ડિસેમ્બર 2022ની સરખામણીમાં ડિસેમ્બર 2023માં કંપનીનું કુલ વેચાણ 3.01 લાખ યુનિટ હતું. બજારને તે વધીને 3.14 લાખ યુનિટ થવાની અપેક્ષા હતી. જાન્યુઆરીમાં કુલ વેચાણ 25% વધીને 3.01 લાખ યુનિટ થયું છે. 2-વ્હીલરનું વેચાણ 27% વધીને 2.90 લાખ યુનિટ થયું છે. મોટરસાઇકલનું વેચાણ 19% વધીને 1.48 લાખ યુનિટ થયું છે. સ્કૂટરનું વેચાણ 34% વધીને 1.03 લાખ યુનિટ થયું છે. કુલ નિકાસ 8% વધીને 85,391 યુનિટ થઈ છે.સોમવારે કંપનીનો શેર એક ટકા વધીને રૂ. 581 પર બંધ થયો હતો. ત્રણ મહિનામાં 30 ટકા વળતર આપ્યું, એક વર્ષમાં 110 ટકા વળતર. બજાર બંધ થયા પછી, એક્સચેન્જને જાણ કરવામાં આવી હતી કે સંયુક્ત સાહસને દક્ષિણ મધ્ય રેલવે તરફથી રૂ. 109.5 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 974 કરોડ રૂપિયા છે.

Download Our B K News Today App



Related News