ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ, ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવા અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-09 16:40:43
  • Views : 39
  • Modified Date : 2025-05-09 16:40:43

ભારત પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા યુદ્ધ તણાવની સ્થિતિમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ તથા ઉપસ્થિત  રહ્યા અને  બીએસએફના આઈજી અને પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ અને સતર્કતા સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા એસપી સાથે સમીક્ષા કરી હતી, જેમાં રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર એસપીને પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. 

દેશ વિરોધી અને ભડકાઉ પોસ્ટ પર પોલીસની નજર

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુરૂવારે સોશિયલ મીડિયા દેશવિરોધી પોસ્ટ કરનારા ચાર સામે ફરિયાદ કરાઈ છે. પોલીસના ધ્યાનમાં આવી કોઈ પોસ્ટ આવશે તો કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ કે દેશવિરોધી પોસ્ટ પર પોલીસની નજર છે. 

તંત્રને જરૂરી વસ્તુઓ અને ફ્યુઅલનો પુરવઠો સંગ્રહ કરવા સૂચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમર્જન્સીની સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ અપાઈ હતી. નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ સહિતનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ સૂચનો કર્યા હતા. 

Download Our B K News Today App



Related News