ડીસા નામદાર બીજી એડિશનલ સેશન કોર્ટનો મહત્વનો ચુકાદો : દુષ્કર્મ કરનાર આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 10:52:55
  • Views : 251
  • Modified Date : 2022-04-09 10:52:55

ડીસામાં એક સગીરવય યુવતીને અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરતા આજ રોજ નામદાર બીજી એડિશનલ સેશન કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો છે. આરોપી મુકેશકુમાર રામજીભાઈ મેજીયાતર ને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે

 

બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના વડગામ ખાતે રહેતા મુકેશ ભાઈ રામજીભાઈ મજીયાતર એક સગીર વય યુવતીને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી દિલ્હીમાં રહેતા દિનેશભાઈ મફાભાઈ મજીયાતર ના ઘરે લઈ ગયેલ જે બાદ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ. સમગ્ર ઘટનાની જાણ ભોગ બનનાર સગીરાએ તેના પરિવારજનોને કહેતા તેમના પરીવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે બાદ આ કેસ નામદાર બીજી એડિશનલ સેશન કોર્ટ મેજીસ્ટર બી જી દવે સાહેબની કોર્ટમાં ચાલી જતાં અને સરકારી વકીલ નીલમબેન એસ દ્વારા સ્ત્રીઓ પર થતા અત્યાચાર તથા તાજેતરમાં જ સગીર વયની દીકરીઓ ઉપર બળાત્કારના ગુનાઓ વધતા જતા હોય આવા કેસમાં વધુમાં વધુ સજા કરવા ભાગ પૂર્વક દલીલો કરેલ જે દલીલો અને આગ્રહ રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપી મુકેશ ભાઈ રામજીભાઈ મજીયાતર રહે ભોયણ તાલુકો ડીસા વાળા ને ઈપીકો કલમ 376 (૨)(એન ) તથા પોસ્કો એક્ટ ની કલમ ૬ ના ગુનામાં કસૂરવાર ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦ નો દંડ કરવામાં આવેલ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની વધુ સખત કેદની સજા કરવાનો હૂકમ ફરમાવેલ છે તેમજ આરોપી દિનેશભાઈ મફાભાઈ મજીયાતર રહે. ભોયણ તાલુકો ડીસા વાળા ને ઇ.પી.કો.કલમ 212 ના ગુનામાં કસૂરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને એક હજાર રૂપિયાનો દંડ કરેલ છે અને ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસીસ ઓથોરિટી બનાસકાંઠા ને આ કામના  ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરે છે.

Download Our B K News Today App



Related News