ગુજરાતમાં UCC લાગુ કરાશે : સુપ્રીમના નિવૃત્ત ન્યાય મૂર્તિના અધ્યક્ષપદે કમિટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-04 16:54:52
  • Views : 40
  • Modified Date : 2025-02-04 16:54:52

દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની મોદી સરકારના આયોજનના ભાગરૂપે પહેલા ઉત્તરાખંડમાં યુનિફોર્મ સીવીલ કોર્ટ લાગુ કરાયા બાદ હવે ગુજરાતમાં પણ ટૂંક સમયમાં જ આ ધારો લાગુ કરવામાં આવશે.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા જણાવ્યું રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન  હક્ક અને અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સીવીલ કોર્ટ અથવા તો યુનિફોર્મ સીવીલ કોર્ટ લાગુ કરવા માટે શક્યતાઓ ચકાસવા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ રંજના દેસાઇના અધ્યક્ષતામાં કમીટી રચવા નિર્ણય લેવાયો છે.

જે 45 દિવસમાં તેનો રીપોર્ટ રાજ્ય સરકારને આપી દેશે અને તે બાદ રાજ્ય સરકાર તે જાહેર જનતાના અભિપ્રાય અર્થે મુકશે અને બાદમાં તેના પરથી એક સમાન ધારો અમલમાં આવી જશે આ માટે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખરડો આવે તેવી શક્યતા છે.

સરકારે આજે આ માટે કમીટીના અધ્યક્ષ પદે રંજના દેસાઇ કે જેઓ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ છે તે ઉપરાંત વરિષ્ઠ આઇએસ અધિકારી સી.એલ. મીનાને સભ્ય સચિવ બનાવાયા છે. જ્યારે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેસ ઠાકર તથા સામાજીક કાર્યકર ગીતાબેન શ્રોફ તેના સભ્ય રહેશે. ઉત્તરાખંડમાં આ કાનૂન લાગુ થઇ ગયો છે અને હવે ગુજરાત તે લાગુ કરનાર બીજુ રાજ્ય બનશે. 

આ પત્રકાર પરિષદમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 45 દિવસમાં કમિટી દ્વારા જે રીપોર્ટ અપાશે તેનો રીવ્યુ કરવામાં આવશે અને અભિપ્રાયો પણ માંગવામાં આવશે અને બાદમાં સરકાર યોગ્ય નિર્ણય લેશે તેમજ કોઇ જ્ઞાતિ-જાતિ કે સમાજને નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખશે.

ખાસ કરીને અદિવાસ સમાજની ચિંતા સરકાર કરશે. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ કાયદો કોઇ એક સમુદાયને ધ્યાનમાં રાખીને લવાયો નથી અને સરકાર તેનો અમલ પણ તટસ્થ રીતે કરશે.

Download Our B K News Today App



Related News