વાવાઝોડાની અસર હજુ યથાવત, 5 તાલુકા સૌથી વધુ પ્રભાવિત'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 16:05:49
  • Views : 128
  • Modified Date : 2023-06-16 16:05:49

અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું ગતરોજ જખૌ પોર્ટ નજીક ટકરાતા કચ્છમાં ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, ઘરની દીવાલો પડી ગઈ છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેજ પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. NDRFની ટીમ કટર મશીન સાથે ગ્રાઉન્ડ પર ઉતરી છે. વાવાઝોડા બાદ રાહતની કામગીરી હાથ ધરી છે.બિપોરજોય વાવાઝોડામાં નુકશાન અંગે કચ્છ કલેક્ટે જણાવ્યું હતું કે, હજુ સુધી જાનહાનિનાં કોઈ સમાચાર મળ્યા નથી. નખત્રાણા, માંડવી, અબડાસા, મુન્દ્ર તેમજ ગાંધીધામ તાલુકામાં નુકશાન થયું હતું. તેમજ ભારે પવનના કારણે વીજ પુરવઠો ઘણી જગ્યાએ ખોરવાયો હતો. મોટી સંખ્યામાં વીજપોલ ધરાશાયી થયા છે. તેમજ ઝડપથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, કચ્છમાં હજુ પણ બિપોરજોય વાવાઝોડાની અસર યથાવત છે. મુન્દ્રા, માંડવી, નલિયા અને જખૌ સહિતનાં વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે. દરેક જગ્યાએ પોલીસની ટીમ તૈનાત છે.  કોઈપણ જગ્યાએ રસ્તો બ્લોક હશે તો ઝડપથી ખુલ્લો કરવા ટીમ ખડેપગે છે. 

 

Download Our B K News Today App



Related News