રોશનીના તેજાેમય દિવાળી પર્વનો પ્રારંભ જિલ્લામાં દેવસ્થાન, ખાનગી ઈમારતોને રોશનીથી શણગારાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 11:11:45
  • Views : 302
  • Modified Date : 2020-11-13 11:11:45

હિન્દુધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. અગિયારસ બાદ બીજા દિવસે વાક્‌ બારસ, ત્રીજા દિવસે ધનતેરસ અને ચોથા દિવસે કાળી ચૌદસ, ત્યારબાદ દિવાળી અને હિન્દુઓના પોતાના નવા વર્ષ બેસતા વર્ષની ઉજવણી કરાશે. આ વરસે કોરોનાની મહામારી દરમિયાન દિવાળીની ઉજવણી થવાની છે. જાેકે વધતાં કેસને લઈને લોકો થોડી ચિંતામાં છે. વ્યાપારને પણ અસર થયેલી છે. જેની થોડી ઘણી અસર દિપાવલી પર્વ પર પણ પડી છે. જાેકે હવે બજારમાં દિવાળીની રોનક જાેવા મળી રહી છે. જેમાં ડીસાના જલારામ મંદિર, ગાયત્રી મંદિર તેમજ નિર્માણ પામનારા હિંગળાજ મંદિર સહિત મોટા વ્યાપારી પ્રતિષ્ઠાનો અને ઈમારતોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. ધનતેરસના દિવસે ધનપૂજા અને દિવાળીના દિવસે શારદા પૂજન કરવામાં આવે છે. લોકોએ પણ પોતાના ઘરની સાફ સફાઈ કરીને નવા વર્ષને વધાવવાની તૈયારીઓ કરી દીધી છે. આ વર્ષે લોકલ ફોર વોકલને લોકો મહત્વ આપી રહ્યા છે. અને દીવડાંથી રોશનીથી ઝગમગાટ માટે પણ દીવડાની તૈયારીઓ કરી લીધી છે. લોકો ઉમંગભેર નવા વર્ષની આવકારવા માટે સજ્જ બન્યાં છે.

Download Our B K News Today App



Related News