પાલનપુરના કૂંપર ગામના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પિતા પુત્રને ચાકુન ઘા ઝીંક્યા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 13:01:19
  • Views : 3365
  • Modified Date : 2022-10-11 13:01:19

    પાલનપુર તાલુકાના કૂંપર ગામના જશીબેન તેમના પતિ નરેશભાઈ વાગદોડા રવિવારે ખેતરમાં હાજર હતા. દરમિયાન તેમની ખેતરની બાજુમાં રહેતા સરદારપુરી ગોસ્વામી અને તેમનો દીકરો રાજેશપુરી અને અન્ય બે શખ્સો ખેતરમાં આવી નરેશભાઈ વાગદોડાને જાતીવાચક અપશબ્દો બોલીઠપકો આપ્યો હતો.  નરેશભાઈએ અપશબ્દો બોલવાની ના કહેતા ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા અને રાજેશપુરીએ પોતાની ફાંટમાંથી ચાકુ કાઢી નરેશભાઈના પીઠના ભાગે ત્રણ ઘા માર્યા હતા. તેમને છોડાવવા તેમનો પુત્ર વચ્ચે પડતા પુત્રને લોખંડની પાઇપો અને ચાકુના ઘા માર્યા હતા. નરેશભાઈ નીચે પડી જતા છતાંય શખ્સોએ માર માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા ગામના ગુલાબશા સાંઈ વચ્ચે પડી છોડાવ્યા હતા. ત્યારબાદ ચારેય શખ્સો પોતાના હથિયારો લઇ કારમાં બેસી જતા રહ્યા હતા. જતાજતા કહેવા લાગેલ કે આજે તો તમે બચી ગયા છો પરંતુ લાગ આવે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ બાજુના ખેતરમાંથી આવેલા ગુલાબશા નરેશભાઈ તેમજ તેમના પુત્રને ગંભીર હાલતમાં જાેઈને  ૧૦૮ બોલાવી હતી. ગામના સરપંચને બોલાવી બંને પિતપુત્રને ઓમ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.જશીબેન નરેશભાઈ વાગદોડાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે કૂંપર ગામના રાજેશપુરી સરદારપુરી ગૌસ્વામી, સરદારપુરી મણિપુરી ગૌસ્વામી અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News