ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં સરકારની જમીન પર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર રોડનું મટીરીયલ ખાલી કરાયું...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:37:25
  • Views : 253
  • Modified Date : 2022-05-07 10:37:25

 

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટીતંત્ર ખાડે ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે અનેક સરકારી જગ્યાઓ ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યા છે તો કેટલીક સરકારીજગ્યાનો  કોન્ટ્રાકટરો દ્વારા ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ડીસાના હવાઈ પિલ્લર મેદાનમાં આવેલ શ્રી સરકારની જમીન પર કોઈ પણ  જાદુગર કે સર્કસ નું આયોજન કરવામાં આવે તો તેમની પાસેથી સરકાર શ્રી દ્વારા મસમોટું ભાડું વસૂલ કરવામાં આવે છે ત્યારે એજ જગ્યા પર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા શહેરમાં રોડા બનાવાનો જે કંપનીને કોન્ટ્રાક આપવામાં આવ્યો છે તેજ કોન્ટ્રાકટર દ્વારા સરકાર શ્રી ની કોઈપણ જાતની મંજુરી વગર રોડ બનાવવાનું મટીરીયલ ખાલી કરી સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને સરકાર શ્રી ની જમીનનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી  સરકારની તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકાર શ્રી ની જમીન પર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ જાતની મંજુરી વગર રોડ બનાવવાનું મટીરીયલ ખાલી કરાતાં ડીસાના જાગૃત નાગરિક દ્વારા ડીસા નાયબ કલેકટર શહેર મામલતદાર અને સીટી સર્વે કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી સરકારી જમીન પર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડર નિયમોનું ઉલ્લંધન કરી ગેરકાયદેસર રીતે મટીરીયલ ખાલી કરાતાં હોય કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ જમીનની માપણી કરી કોન્ટ્રાકટર પાસેથી ભાડું વસૂલ કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News