અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનું કારણ ગેરકાયદે પાર્કિગ તેમજ રખડતા ઢોર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-25 15:55:23
  • Views : 105
  • Modified Date : 2023-07-25 15:55:23

શહેરમાં ટ્રાફિકની સમસ્યા મામલે હાઈકોર્ટમાં  કંટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે મામલે હવે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા 60 પેજના રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે.રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પિકઅવર્સમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાનું કારણ ગેરકાયદે પાર્કિગ છે. આ ઉપરાંત રખડતા ઢોર, ફૂટપાથ પર પાર્કિગ તેમજ પાનના ગલ્લાની બહાર સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જામ થતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગની વાત કરીએ તો મકરબાથી કે.ડી. હોસ્પિટલ સુધી થાય છે. તો આકાશ ટાવરથી જજીસ બંગલો રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા લોકોના ફોટોગ્રાફ્સ રજૂ કરાયા છે. અંકુર ચાર રસ્તાની આસપાસના તમામ શોપિંગ સેન્ટરમાં ખાણીપીણી બજારથી પાર્કિંગની સમસ્યા સર્જાઈ રહી છે. તો કેશવબાગથી પકવાન ચાર રસ્તાની ફૂટપાથ પર પાર્કિગથી ટ્રાફિક થાય છે. નારણપુરા ચાર રસ્તાથી હાઇકોર્ટ જતા માર્ગ પર સૌથી વધુ રખડતા ઢોર રોડની વચ્ચોવચ્ચ ઉભા રહે છે. જેના કારણે ટ્રાફિક સર્જાય છે. સી.જી રોડ પર દબાણો વધવાથી રોડ સાંકડા થયા છે. તો થલતેજ મેટ્રો સ્ટેશન નીચે રિક્ષાચાલકોએ જાતે રિક્ષા પાર્કિંગ બનાવીને અડીંગો જમાવ્યો હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે. આ ઉપરાંત પાનના ગલ્લાની બહાર સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જામના ફોટોગ્રાફસ કોર્ટમાં રજૂ કરાયા છે.

Download Our B K News Today App



Related News