ઇકબાલગઢ અને બાલુન્દ્રા વચ્ચેથી પસાર થતી બનાસ નદીમાં ભૂમાફિયાનું રાજ : તંત્રને અંધારમાં રાખી કરી રહ્યા છે ગેરકાયદેસર ખનન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 13:45:44
  • Views : 359
  • Modified Date : 2021-05-28 13:45:44

    અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ અને બાલુન્દ્રા. ગામ વચ્ચેથી બનાસ નદી પસાર થાય છે. .નદીમાં અત્યારે પાણીન હોવાને લીધે સુકાઈ ગયેલ છે. અને સફેદ રેતી પથરાયેલ જોવા મળે છે. જે રેતી બાંધકામ કરવાના કામે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે તેમ રેતી આજુબાજુના વિસ્તારમાં વખણાય છે. જેના લીધે બનાસ નદિના પટમાંથી પુષ્કળ પ્રમાણમાં રેતી ઉપાડવામાં ભૂમાફીયા બેફામ થયેલા છે.

    હાલમાં કોરોના મહામારી ચાલુ હોવાથી મોટાભાગની કચેરીઓ બંધ હોવાનો ફાયદો ભૂમાફીયા ઉઠાવી ૨હ્યા છે. અને આધુનિક સાધનોથી સજજ થઇ સક્રિય થયેલા છે. ભૂમાફિયા કોઈ પણ પ્રકારની પરમીશન મેળવતા નથી અને કોઈ  રોયલ્ટી પણ ચુકવતા નથી. અને લાગતા વળગતા તમામ વિભાગોને અંધારામાં રાખી દરરોજ હજજારો ટન રેતી ભૂમાફિયાઑ દ્વારા ગેરકાયદેસર રીતે ઉપાડવામાં આવી રહેલ છે... ત્યારે જો કોઈ સામાજીક કાર્યકર ક્યારેક રેતી ખનન કરનાર માફિયા પાસે પુછપરછ કરવા જાય ત્યારે ભૂમાફિયા અસામાજીક તત્વોનો સહારો લઇ ધાકધમકીઓ પણ આપતા હોય છે.તો ક્યારેક જાન લેવા હુમલો પણ કરતા હોય છે...ત્યારે વિસ્તારના સ્થાનિકોનુ કહેવાનુ થાય છે. કે.બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ પોતાની ટીમ સાથે અચાનક દરોડા કરે અને આરેતી. માફીયાઓને ઝેર કરે તેવી લોક:. માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News