શહેરમાં વિદેશી ચલણી નોટની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:29:46
  • Views : 98
  • Modified Date : 2023-07-29 13:29:46

 સુરત શહેરમાં વિદેશી ચલણી નોટની  ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી અમેરિકન ડૉલર, ઓસ્ટ્રેલિયન ડૉલર, દિરહામ સહિતની વિદેશી ચલણી નોટ મળી આવી છે.પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી નીરવ શાહ વિદેશી ચલણ બદલવાની એન્ટ્રી પોતાના બેંક ખાતામાં ન બતાવી પડે એટલા માટે તે બ્લેકમાં વિદેશી ચલણ ઓછા ભાવે બદલી આપતો હતો. આ ઉપરાંત જે લોકોને વિદેશી ચલણની જરૂર હોય તેને નીરવ ઊંચા ભાવે આ વિદેશી ચલણ આપતો હતો. વધુ તપાસ માટે કેસ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News