નવનિયુક્ત કાઉન્સિલરોને મીડિયા અને સોશિયલ મીડિયાનું મહત્વ સમજાવી યોગ્ય વ્યવહાર અને વર્તન કરવા આઈ.કે.જાડેજાની શિખામણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:47:23
  • Views : 221
  • Modified Date : 2021-03-11 10:47:23

    મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક બધુવારે સવારે પાલડી કચ્છી જૈન વાડી ખાતે યોજાઇ હતી. અમદાવાદ શહેર પ્રભારી આઇ.કે.જાડેજાએ તમામ નવનિયુક્ત કાઉન્સિલરોને મીડિયા અને સોશિયલ મીડિયાનું મહત્વ સમજાવીને આવનાર સમયમાં યોગ્ય સંકલન કરવા કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને મીડિયા તમને ઉપર પણ લાવે છે અને નીચે પણ પાડે છે. નામ લીધા વિના તેઓએ ગત ટર્મના 8થી 9 કાઉન્સિલરોની સોશિયલ મીડિયા અને મીડિયામાં નેગેટિવ સ્ટોરીઓ થઈ હતી અને બીજા 8થી 9 કાઉન્સિલરો પોતે મોટા બની ગયા હતા. જેની નોંધ ઉચ્ચ સ્તરે લેવાઈ હતી. જેથી મીડિયા અને સોશિયલ મીડિયામાં યોગ્ય વર્તન અને વ્યવહાર કરવા સૂચન કર્યું હતું.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક વાત ક્યારેય ભુલવી નહીં સંગઠન, કમળ અને કાર્યકર થકી સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો છે. સંગઠન થકી પ્રજાના હૃદયમાં તમને માન સન્માન મળે છે. જાહેર જીવનમાં હંમેશા સાદગી અને જમીનથી જોડાઈને હર હંમેશ પ્રજાની વચ્ચે રહેવું એ જ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિની સાચી ઓળખ છે. નવનિયુક્ત જનપ્રતિનિધિઓને મીડિયા અને સોશિયલ મીડિયાનું મહત્વ સમજાવીને આવનાર સમયમાં યોગ્ય સંકલન કરીને પ્રજાની સેવા કરવાનો જે સુંદર અવસર મળ્યો છે તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

    ચૂંટાયેલા નવનિયુક્ત જનપ્રતિનિધિનું સ્વાગત કરતા શહેર પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, આપ સર્વે લોકો નસીબદાર છો તે પ્રજાની સેવા કરવાનો મોકો તમને મળ્યો છે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થયેલા નકર કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ બનીને તમને મળેલા પ્રજા સેવાના સુંદર અવસરને પ્રજા હદયમાં સ્થાન પામીને પક્ષની શિસ્ત તેમજ વૈચારિક વારસાને સાચા અર્થમાં ચરિતાર્થ કરશો. આઇ.કે.જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કોર્પોરેટરોમાંથી મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ તેમજ દંડક માટે અરૂણસિંહ રાજપૂતની વરણી જાહેર કરી હતી.

    આ જનપ્રતિનિધિ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર કાકા પ્રદેશ, પ્રવક્તાશ્રી યમલ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સહિત પ્રદેશ તેમજ શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News