રાજ્યમાં પાણી પુરવઠા વિભાગમાં સભ્ય સચિવ તરીકે બોર્ડના જ અનુભવી ઇજનેરને મૂકવામાં આવે તેવી રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:51:01
  • Views : 296
  • Modified Date : 2020-12-24 11:51:01

રાજ્યમાં પાણી પુરવઠા વિભાગમાં સભ્ય સચિવ તરીકે અનુભવી માણસે સ્થાન
આપવામાં આવે તેવી રજૂઆત કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. અનુભવથી મોટી કોઈ શિક્શા નથી હોતી. અને આ વાકયના
અનુરૂપે જ પાણી પુરવઠા વિભાગમાં પણ સ્થાનિક કામ કરતાં બોર્ડના જ અનુભવી ઇજનેરને સચિવનું પદ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને
કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખ અનિલ પ્રજાપતિ અને હોદેદારોએ આવેદનપત્ર આપીને પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તરીકે માર્ગ અને મકાન, સિંચાઈ અને સરકારના અન્ય વિભાગમા તેજ વિભાગના અનુભવી ઇજનેરને પ્રમોશન આપીને સચિવ તરીકે મૂકવામાં આવે છે. તેવી જ રીતે
પાણી પુરવઠા બોર્ડમાં પણ સભ્ય સચિવ તરીકે બોર્ડના જ અનુભવી ઇજનેરને મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામા આવી. ગણી વખત માનીતા અધિકારીઓને જ વિશ્વાસ અને અંગત હોવાના કારણે તેમણે સ્થાન આપવામાં આવે છે. પરંતુ પાણી પુરવઠા વિભાગમાં સચિવ તરીકે બોર્ડના જ અનુભવી ઇજનેરને  મૂકવામાં આવે તેવી રજૂઆત  મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News