પાલનપુરમાં હનુમાન ટેકરી ખાતે ૧ થી ૧૧ વોર્ડમા વિકાસના કાર્યોના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ચીફ ઓફિસરની અવગણના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-29 12:00:41
  • Views : 232
  • Modified Date : 2021-06-29 12:00:41

      પાલનપુર નગરપાલિકા દ્રારા આજે હનુમાન ટેકરી ખાતે શહેરના ૧થી ૧૧ વોર્ડમા વિકાસના કાર્યોના ખાત મુહુર્ત માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપના આગેવાનો અને પાલિકા ના સદસ્યો સ્ટેજ ઉપર બેઠક લઈ લીધી હતી ત્યારે પાલિકાના ચીફ ઓફિસરને ખુરશીથી વેગળા રાખવામાં આવ્યા હતા ભાજપ શાસિત પાલિકા સદ્સ્યો પોતાની સતામાં એટલી હદે ભાન ભુલી ગયા છે કે પોતાની પાલિકા ચીફ ઓફિસરનીજ અવગણના કરી રહેલા નજરે પડ્યા હતા તો કાર્યક્રમમાં  કાયદાના સરેઆમ ધજાગરા પણ ઉડા હતા સોશ્યલ ડીસટંસ અને માસ્ક વગર જળવાયુ નહોતુ ત્યારે કાયદો માત્રને માત્ર નાના માણસો માટે હોય તેવુ કાર્યક્રમમાં જણાઈ રહ્યુ હતુ ભાજપના નેતાઓ કાયદાનુ ઉલંલંગન કરે તો તંત્ર તમાસો જોતુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે પાલનપુર પાલિકાના ૬૮૦.૨૫ લાખના ૧૧૩ કામોના ખાતમુહુર્તનો કાર્યક્રમ આજે હનુમાન ટેકરી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ચીફ ઓફિસરની અવગણના થતા કાર્યક્રમમાં ઉપસ્થીત લોકોમાં ચર્ચાઓ થતી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News