અમરેલી : ધારીના 13 વર્ષના સાગરનું 140 કિલો વજન, જમવા બેસે તો 7 રોટલા આરોગી જાય છે, હલન-ચલન કરવામાં પણ મુશ્કેલી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-26 15:37:26
  • Views : 175
  • Modified Date : 2021-06-26 15:37:26

    તમને યાદ હોય તો ઉનાના વાજડીના ત્રણ સુમો બેબી ખૂબ ચર્ચામાં હતા. તેમનું વજન અતિશય હતું અને તેમની સારવાર માટે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રસ લઇને સારવાર આપવામાં મદદ કરી હતી. હવે અમરેલી જિલ્લાના ધારીના ખીચા ગામનો પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખીચા ગામમાં આર્થિક રીતે નબળા પરિવારનો 13 વર્ષના દીકરા સાગરનું વજન 140 કિલો છે. તે દિવસમાં 7 જેટલા રોટલા આરોગી જાય છે અને તેને હલન-ચલનમાં પણ મુશ્કેલી પડે છે. પરિવાર આર્થિક રીતે નબળો હોય તેમણે બાળકનું વજન ઘટાડવામાં સરકાર પાસે મદદ માગી છે.


    ધારીના ખીચા ગામમાં છેલ્લા 25 વર્ષથી એક પરિવાર વસવાટ કરે છે. કાળુભાઈના દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી પરિવાર ખુશીમાં હતો. પરિવારે પોતાના વ્હાલસોયા દિકરાનું નામ સાગર રાખ્યું. આર્થિક રીતે નબળા પરિવારમાં ખુશીઓ મહેકી રહી હતી, પરંતુ નાનપણથી જ સાગરની અનોખી ભોજન શક્તિએ તેમને મુશ્કેલીમાં મુકી દીધો હતો. જેના કારણે સાગર જેમજેમ મોટો થતો ગયો તેમતેમ તેની ઉમરની સાથે તેનું વજન પણ અતિશય વધવા લાગ્યું અને 13 વર્ષની ઉંમરમાં તો તેનું વજન 140 કિલોએ પહોંચી ગયુ.

    ઉંમરની સાથે વજન વધતા સાગર અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વજન વધવાના કારણે સાગર ચાલી પણ શકતો નથી. એકતો આર્થિક સ્થિતિ નબળી અને બાળકની આ અનોખી બીમારીથી પરિવાર પર આફત આવી ગઇ છે. મજુરીકામ કરતા પરિવારે સરકાર તરફ મીટ માંડી છે અને સરકાર કંઇક મદદ કરે તેમ ઇચ્છી રહ્યાં છે. પરિવારે સાગરનું વજન ઘટાડવામાં સરકાર સહયોગ આપે તેવી માગ પણ કરી છે. ​​​​​​​સાગર દિવસના 8 રોટલા ખાય છે. બાળકની આ બીમારીના કારણે પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. મજૂરી કામ કરીને જીવન ગુજારતો આ પરિવાર પહેલા સાગરને ત્રણ ટાઇમ જમવાનું આપતો હતો પરંતુ સાગરનું વજન ઘટાડવા માટે 2 ટાઇમ જમવાનુ આપી રહ્યો છે. જોકે તેનાથી પણ સાગરના વજનમાં કોઇ ફેર પડ્યો નથી.

Download Our B K News Today App



Related News