વિકેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો: સૌરાષ્ટ્ર તરફની ચાર ટ્રેનો થઈ રદ્દ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-23 12:01:34
  • Views : 249
  • Modified Date : 2022-07-23 12:01:34

વિકેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો: સૌરાષ્ટ્ર તરફની ચાર ટ્રેનો થઈ રદ્દ 

જો તમે વિકેન્ડમાં સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરીને ફરવાની વિચારતા હોવતો આ સમાચાર તમારા માટે એટલા માટે મહત્વના છે કે, રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો ટેકનીકલ કારણો સર કેન્સલ કરવામાં આવી છે.

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેન રદ કરાઇ છે. જેમાં જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ આગામી 28મી ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે  રદ કરવાનો નિર્ણય લીધો છે આવી હતી. 

આ ટ્રેન રદ કરાઇ
 
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ

 

Download Our B K News Today App



Related News