હેલ્મેટ ન પહેરવા બદલ મેમો આપવામાં આવ્યો હોય, તો તમારે એક જ દિવસમાં બીજીવાર મેમો ભરવાનો રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 17:46:42
  • Views : 80
  • Modified Date : 2024-03-05 17:46:42

જો તમે પણ કાર અથવા બાઇક ચલાવો છો, તો તમને પણ ક્યારેક તો કોઈ નિયમના ઉલ્લંઘન બદલ મેમો આપવામાં આવ્યો હશે.રસ્તા પર વાહન ચલાવતી વખતે, તમારે ઘણા ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડે છે, જેનું ઉલ્લંઘન કરવા પર તમને પોલીસ અથવા ઓનલાઈન મેમો આપવામાં આવે છે.ઘણા લોકોને એવું લાગે છે કે એકવાર તેમનો મેમો ફાટ્યા બાદ પછી તેમને દિવસમાં બીજી વખત મેમો ભરવો પડતો નથી. તો તમે ખોટા છો. એવું નથી કે દિવસમાં એકવાર તમને મેમો આવ્યા બાદ ફરીથી મેમો ના આવે.જો તમે ઓવરસ્પીડમાં વાહન હંકારી રહ્યા છો અને તમને મેમો આપવામાં આવે છે, તો આ મેમો દિવસભર ચાલતો નથી, જો તમે બીજીવાર પણ આ ભૂલ કરશો તો મેમો આવશે. કારણ કે તમે આ જાણી જોઈને કરી રહ્યા છો.આ જ રીતે જો તમે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને તમને મેમો આપવામાં આવે છે, તો પણ જો તમે દિવસમાં ફરી વખત આ ભૂલ કરો છો, તો ફરીથી મેમો આવી શકે છે, કારણ કે ફરીથી તમે ઈરાદાપૂર્વક બેલ્ટ પહેર્યો નથી.જો તમને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો આપવામાં આવ્યો હોય, તો તમારે એક જ દિવસમાં બીજીવાર મેમો ભરવાનો રહેતો કારણ કે તમે આ ભૂલને તાત્કાલિક સુધારી શકતા નથી. 

Download Our B K News Today App



Related News