જો તમે પણ Hyundai IPO ભર્યો છે, પરંતુ હવે કેન્સલ કરવો છે, તો આ રહી પ્રોસેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-16 18:37:42
  • Views : 177
  • Modified Date : 2024-10-16 18:37:42

આજકાલ શેરબજારમાં IPOની લહેર છે. હવે દર અઠવાડિયે ત્રણ-ચાર IPO આવી રહ્યા છે. દરેક વ્યક્તિ આમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગે છે. પરંતુ કેટલીકવાર લોકો કંપની વિશે જાણ્યા વગર તેમાં એપ્લાય કરી દેતા હોય છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ત્યારે જો તમે પણ કંપની નફામાં છે કે નુકશાનમાં તેની ગ્રે માર્કેટમાં શું સ્થિતિ છે, આ બધું જાણ્યા વગર IPO ભરી દીધો છે અને હવે તેને કેન્સલ કરવો છે, તો કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ છે, જે અમે તમને આ લેખમાં જણાવીશું.દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો Hyundai IPO હાલમાં ખુલ્યો છે, લોકો તેમાં એપ્લાય કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આ સ્ટોક ગ્રે માર્કેટમાં સતત ઘટ્યો છે, ત્યારે ઘણા રોકાણકારો IPO ભર્યા બાદ કેન્સલ કરવાનું વિચારી રહ્યા હશે, આવી સ્થિતિમાં, જો તમે પણ આ IPO ભર્યો છે અને હવે તમારે આ અરજી કેન્સલ કરવી છે, તો તમે પણ આ અરજી કેન્સલ કરી શકો છો.તમે અરજી કર્યા પછી તમારી IPO અરજી રદ કરી શકો છો, પરંતુ તેની પ્રોસેસ અને શરતો તમે અરજી કરતા પ્લેટફોર્મ અથવા બ્રોકર પર આધારિત છે. સામાન્ય રીતે, જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અરજી કરી હોય, તો તમારી પાસે એલોટમેન્ટની તારીખ પહેલા તમારી અરજી રદ કરવાનો વિકલ્પ હોય છે.

Download Our B K News Today App



Related News