2006 પહેલાનું વાહન હોય તો સરકારની નવી પોલિસી જાણી લેજો, 1લી એપ્રિલથી આટલા રૂપિયાનો બોજ વધશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 12:17:07
  • Views : 316
  • Modified Date : 2022-03-26 12:17:07

વાહનોના રી-પાસિંગમાં તોતિંગ ફી વધારો

1 એપ્રિલથી રી-પાસિંગમાં મોટો ફી વધારો

નહીં કરાવો તો રોજના રૂપિયા 50નો દંડ

 

કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે. જેમાં બાઇક રી-પાસિંગ ફીમાં 233 ટકા, કારમાં 733 ટકા અને ટ્રકમાં 940 ટકાનો વધારો થશે.અત્યાર સુધી બાઇક રી-પાસિંગની ફી 300 રૂપિયા હતી.જેની ફી હવે 1000 રૂપિયા લેવાશે.જ્યારે કાર રી-પાસિંગની ફી અત્યાર સુધી રૂપિયા 600 લેવાતી હતી તે હવેથી રૂપિયા 5000 લેવાશે.

 

કોમર્શિયલ વાહનો માટે 2023થી અને ખાનગી માટે 2024થી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે.

 

જ્યારે ટ્રકની રી-પાસિંગની ફી રૂપિયા 1200 લેવાતી હતી જે હવેથી 12 હજાર 500 લેવાશે.મહત્વનું છે કે, વર્ષ 2006 પહેલા નોંધાયેલા તમામ વાહનોએ એપ્રિલમાં રી-પાસિંગ કરાવવું પડશે. જેમાં ફિટનેસમાં પાસ થનારા વાહનોને વધુ 5 વર્ષનું રી-પાસિંગ મળશે. 

ફિટનેસમાં ફેઇલ થનારા વાહનોને સ્ક્રેપમાં મોકલી દેવાના રહેશે.

 

જે વાહનના પાસિંગના 15 વર્ષે પૂરા થતા હશે અને વાહનચાલક રી-પાસિંગ કરાવવામાં વિલંબ કરશે તો તેને પ્રતિદિન રૂપિયા 50નો દંડ ચૂકવવો પડશે તેવી પણ આ નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે કોમર્શિયલ વાહનો માટે 2023થી અને ખાનગી માટે 2024થી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે.

 

નવી સ્ક્રેપ પોલીસી મુજબ વાહન ખરીદ્યા બાદ બે વખત જ રિ-પાર્સિંગ કરાવી શકાશે 

 

જો કે 15 વર્ષ જૂના વાહનના રી-પાસિંગ ચાર્જમાં વધારો એપ્રિલ-2022થી જ લાગુ કરી દેવામાં આવનાર છે. ફિટનેસ ટેસ્ટ આરટીઓ કચેરીમાં થશે, વાહનની આરસી બુક, વીમા પોલિસી, પીયુસી, કોમર્શિયલ વાહનોએ પરમિટના પુરાવા લઇ જવાના રહેશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ વાહન ચાલક નવું વાહન ખરીદ્યા બાદ બે વખત જ રિ-પાર્સિંગ કરાવવાનો મોકો મળશે. ત્યારબાદ વાહનને સ્ક્રેપમાં મોકલી દેવાનું રહેશે.

 

 

જાણો, રી-પાસિંગ અને ફિટનેસ ફી કેટલી ચૂકવવી પડશે

વાહનનો પ્રકાર

જૂનો ચાર્જ

નવો ચાર્જ

બાઈકના રી-પાસિંગ

રૂ. 300

રૂ. 1000

થ્રી વ્હીલર વાહનનું રી-પાસિંગ

રૂ. 600

રૂ. 2500

કારનું રી-પાસિંગ

રૂ. 600

રૂ. 5000

ટ્રકનું રી-પાસિંગ

રૂ.1200

રૂ. 12,500

 

 

 

Download Our B K News Today App



Related News