‘ઇન્સ્પેક્શનમાં જ તિરાડ-સ્પાનમાં ખામી મળતાં સુભાષબ્રિજ બંધ’:સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, ક્યાં સુધી બંધ રહેશે એ નિર્ણય રિપોર્ટ બાદ લેવાશે; ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ પણ જાગ્યા નથી: વિપક્ષ

  • Published By : Yogesh
  • Published Date : 2025-12-05 14:29:48
  • Views : 72
  • Modified Date : 2025-12-05 14:29:48

અમદાવાદના સૌથી વ્યસ્ત અને જૂના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે. આજે 5 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ.

આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સુભાષબ્રિજ ખાતે પહોંચ્યા હતા. પોલીસના રોકવા છતાં તેઓ બ્રિજ પર પહોંચ્યા હતા. તેમણે તંત્ર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મોરબી-ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ પણ કોર્પોરેશન-ભાજપના સત્તાધીશો જાગ્યા નથી.

અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સુભાષબ્રિજના ઈન્સ્પેક્શન દરમિયાન જ તિરાડ-સ્પાનમાં ખામી મળતાં બ્રિજ બંધ કરાયો હતો. બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે એે નિર્ણય તપાસ રિપોર્ટ બાદ જ લેવાશે.

Download Our B K News Today App



Related News