હવે માસ્ક ન પહેર્યું તો જાહેર સ્થળે બેનર પકડીને આખો દિવસ ઊભા રહેવું પડશે, 1 હજાર દંડ ઉપરાંત ગાંઠના ખર્ચે મફત માસ્ક વહેંચવાની સજાની વિચારણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:40:41
  • Views : 251
  • Modified Date : 2020-12-11 11:40:41

હવે જો માસ્ક નહીં પહેરેલા ઝડપાશો તો 1000 રૂપિયાના દંડ ઉપરાંત આખો દિવસ ‘માસ્ક અવશ્ય પહેરો’ તેવા બેનર જાહેર સ્થળે પકડીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવાની સજા પણ મળી શકે છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે એવું પણ વિચાર્યું છે કે આવા લોકોને દિવસ દરમિયાન જાહેર ચાર રસ્તા પર લોકોને પોતાના ખર્ચે માસ્ક વહેંચવાનું ફરમાન પણ આવી શકે છે.

આ માટે સરકાર આવી વ્યક્તિઓને પબ્લિક પાર્ક, ચાર રસ્તા, બજારો, શોપિંગ મોલ્સ કે શહેરનાં બિઝી જંક્શનો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો જેવાં સ્થળોએ આ કામ કરવા માટે મોકલી શકે છે. જો એક જ વ્યક્તિ બીજી વાર માસ્ક નહીં પહેરેલી ઝડપાશે તો એના માટે જાહેર સ્થળે સફાઇ કે અન્ય વધુ કડક સજા કરવા સુધીની વિચારણા ચાલી રહી છે.

ગુજરાત સરકારને હાઇકોર્ટે માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની સેવા કરવાની સજા કરવાનો હુકમ કર્યો હતો, એના પર સુપ્રીમ કોર્ટ તરફથી પ્રતિબંધ લગાવાયો હતો, પરંતુ સુપ્રીમે સરકાર પાસે લોકો માસ્ક ફરજિયાત પહેરતા થાય એ માટેના અસરકારક ઉપાયો માગ્યા હતા. તેને લઇને ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરનારા લોકોને કરી શકાય એવી હળવી સજાઓની યાદી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તૈયાર કરી છે. અલગ-અલગ વયજૂથના અને પુરુષ કે મહિલાને જોઇને જે-તે સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે. હાલ પોલીસ વિવિધ લોકોને માસ્ક નહીં પહેરવા બદલ દંડ ફટકારી રહી છે, પરંતુ એને લઇને પણ અનેક લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઊતરી જાય છે. આ સ્થિતિને નિવારવા માટે પણ વિચારણા હાથ ધરાઇ રહી છે.

Download Our B K News Today App



Related News