કોરોનામાં શોધયે જડતા નથી તેવા આંદોલનકારી નેતા ક્યાં ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-03 15:20:04
  • Views : 427
  • Modified Date : 2021-05-03 15:20:04

    દુનિયામાં કોરોનાની મહામારીના કારણે લાખો માનવજાત મૃત્યુ પામી છે. ભારત દેશમાં  રોજબરોજ 3 લાખ જેટલા કોરોના પોઝિટીવ  દર્દીઓ સામે આવી રહ્યાં છે.કોરોનાની મહામારી પહેલા ગુજરાતમાં અનામત આંદોલનથી લઈને અનેક સેના, સંગઠનો ટોળા સાથે સરકાર સામે બ્યુગલ ફૂક્યું હતું. ત્યારે જે પ્રશ્ન હતો તે પ્રજાનો જ હતો. બેરોજગારીને નોકરી, ભરતી બંધ હતી તો ચાલુ કરવા આંદોલન કર્યું હતું તે પ્રશ્ન પ્રજાનો હતો તો આ કોરોનાની મહામારી પણ પ્રશ્ન પ્રજાનો જ છે કે કેવી રીતે મદદ કરવી અને બહાર કાઢવી ?

 
    આંદોલન કારી નેતા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી આ બધા ક્યાં ગયા ? આ ગુજરાતની મહામારીમાં યુવાનો આગળ આવો અત્યારે તમારી જરૂરત છે. પરિસ્થિતિ ગંભીર બનતા તમામ  પ્રાઈવેટ હોસ્પિટલ, સરકારી દવાખાનથી લઈને  સરકારી હોસ્પિટલોમાં બેડની જગ્યા નથી.  આ મહામારી શું સરકાર લાવી છે ?  હા , થોડીક  ભુલો હશે સરકારની પણ આજની સ્થિતિમાં વાદ વિવાદ, ટિકા ટિપ્પણીથી દૂર રહીને આવો આપણી ગુજરાતની જનતા જે મહામારીમાં ફસાઈ પડી છે. તેને બહાર કાઢીએ અત્યારે ગુજરાત સરકાર એટલે કે રુપાણી સકારના હાથમાંથી કાબુ બહાર આ મહામારી જન્મી રહી છે. સૌની ફરજ છે કે રાજકારણ ભૂલીને હવે મેદાનમાં પ્રજાજન માટે આવો, આપણે પ્રજાજનોનો જીવ બચાવવાનો છે.  પ્રજા અત્યારે આ મહામારીમાં જે પીસાઈ રહી છે તેને બહાર કાઢવા ક્યાં ગયાં આ નેતાઓ અને સેના તથા સંગઠનો ?  કોરોનાની મહામારીમાં ઘણી જ સેવાઓ, સંસ્થાઓના વડાઓ હાલ શોધ્યા જડતા નથી. તો આંદોલન ન કરો તો કાંઈ નહીં પણ પ્રજાને મદદરુપ થવા તો મેદાનમાં આવો.ગુજરાતમાં અનામત આંદોલન, પોલીસ ભરતી, બેકારી, મોંઘવારી સમાજને અન્યાયના પ્રશ્ને જાહેરમાં સરકારને ભાંડતા અનેક સંસ્થાઓના વડાઓ હાલમાં આ કોરોનાની મહામારીમાં દેખાતા નથી સ્થિતિ કેટલી ગંભીર છે તે સૌને ખબર છે ત્યારે

* ગુજરાતના તમામ સ્મશાનો પેક થઈ ગયા છે અને વેઈટીંગ ચાલી રહ્યું છે પ્રજા જાય ક્યાં ? 

    અનેક સંગઠનો વિધાનસભાની ચૂંટણી વખતે ફૂટી નીકળ્યા હતા તેમાંથી ઘણા આજે તો દેખાતા પણ નથી. આજે કોરોનાની મહામારીમાં લાખો ગુજરાતીઓની જનતા મદદની પુકાર પાડી રહી છે.  ત્યારે અનેક સંસ્થાઓ જે દર વખતે કુદરતી હોનારત જેવી ઘટનાઓમાં સ્વયંસેવકો સાથે મેદાનમાં ઊતરતી હતી તે ક્યાં ગઈ ? દરેક પ્રજાના હોઠે આ પ્રશ્ન સંભળાઈ રહ્યો છે. સરકાર તેનું કામ હાલ કરી રહી છે ત્યારે આ મહામારીમાં આક્ષેપોથી દૂર રહીને ગુજરાતની પ્રજા જે મહામારીમાં પીડાઈ રહી છે. તેને મદદની ભાવનાથી મેદાનમાં ઉતરે તેવી લાગણી ગુજરાતની પ્રજા જ રાખી રહી છે.

Download Our B K News Today App



Related News