વાહન પર કઈ લખાવ્યું હોય તો આજે જ હટાવી દેજો, વાહનવ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 11:25:26
  • Views : 231
  • Modified Date : 2022-06-27 11:25:26

વાહન પર કઈ લખાવ્યું હોય તો આજે જ હટાવી દેજો, વાહનવ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે  કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે. 

હવેથી ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઇ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે.  ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે.  વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.  
જો લખાણ લખ્યુ હશે તો પોલીસ ફટકારશે દંડ 

મહત્વનું છે કે આપણે ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ વાહનો પર લખાવીએ છીએ પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઇ લખાણ હોય તો આજેજ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશો તો તમારે મસમોટો દંડ ભરવો પડશે. 

 

Download Our B K News Today App



Related News