ઈવીએમ અને વીવીપીએટીની મતગણતરીમાં તફાવત આવે તો કયા પરિણામને સાચુ માનવામાં આવશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 19:19:05
  • Views : 134
  • Modified Date : 2023-12-02 19:19:05

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 4 ડિસેમ્બરે મિઝોરમમાં મતગણતરી થશે. મતગણતરીની પ્રક્રિયાને ઈવીએમ મશીને સરળ બનાવી દીધી છે પણ ઈવીએમ મશીમાં પડેલા મતના પરિણામને વીવીપીએટી સિસ્ટમના પરિણામ સાથે સરખામણી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે VVPAT પેપરની સ્લિપ ઈવીએમ મશીનના મત સાથે મેચ કરવી ફરજિયાત છે.ત્યારે મોટો સવાલ છે કે જો બંનેના આંકડામાં કોઈ તફાવત આવે તો ઈવીએમ અને વીવીપેએટીમાં કયા આંકડાને ફાઈનલ માનવામાં આવશે? જાણો આ સવાલનો જવાબપહેલા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતુ હતું. હવે ચૂંટણી પંચ મતદાન માટે ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે. ઈવીએમ મશીનમાં મતદાતા પોતાની પસંદગીના ઉમેદવારની સામેના બટનને દબાવીને તેને મત આપે છે. વર્ષ 2013થી મતદાનની પ્રક્રિયામાં વીવીપેએટીને જોડી દેવામાં આવ્યું છે.વીવીપેએટી સિસ્ટમમાં ઈવીએમમાં મત આપ્યા બાદ તે ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હવાળી એક પેપરની સ્લિપ તૈયાર થાય છે. તેનાથી મતદાનમાં પારદર્શિતા વધે છે અને નક્કી થાય છે કે તમે જે ઉમેદવારને મત આપ્યો છે, તેને મત મળ્યો છે કે નહીં. તેનાથી ચૂંટણી પ્રણાલીમાં મતદાતાઓનો વિશ્વાસ મજબૂત થાય છે.એક મતવિસ્તારમાં ચૂંટણી કરાવવાની જવાબદારી રિટર્નિગ ઓફિસર પર હોય છે, આરઓ સરકારી અધિકારી અથવા નામાંકિત સ્થાનિક સત્તાના અધિકારી હોય છે. રિટર્નિગ ઓફિસરની જવાબદારીઓમાં મતની ગણતરી પણ સામેલ હોય છે. આરઓ નક્કી કરે છે કે ગણતરી ક્યાં કરવામાં આવશે, ત્યારબાદ નક્કી કરેલી તારીખ પર ઈવીએમથી મત ગણવામાં આવે છે.મતગણતરીના દિવસે સીલ કરવામાં આવેલા ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવે છે અને ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં ખોલવામાં આવે છે. ત્યારબાદ ઈવીએમ મશીનમાં પડેલા મત અને વીવીપીએટીની સ્લિપની ગણતરી કરવામાં આવે છે.ગણતરીના સમયે એક વિધાનસભા વિસ્તારમાં ઘણા મતદાન કેન્દ્રોની વીવીપેએટી સ્લિપ અને તેના સંબંધિત ઈવીએમના મતના પરિણામને મેળવવામાં આવે છે. પરિણામોને એકબીજા સાથે મેળવ્યાની પ્રક્રિયા પુરી થયા બાદ રિટર્નિંગ ઓફિસર મતદાન વિસ્તાર માટે અંતિમ પરિણામ જાહેર કરી શકે છે.સામાન્ય રીતે વીવીપીએટી સ્લિપ અને તેના સંબંધિત ઈવીએમના મતના પરિણામ સમાન હોય છે પણ શું થશે જો તેના પરિણામોમાં તફાવત આવે? આવા કેસમાં વીવીપીએટીની સ્લિપના પરિણામને અંતિમ માનવામાં આવે છે. VVPAT સ્લિપનું વેરિફિકેશન કાઉન્ટિંગ હોલમાં સુરક્ષિત VVPAT કાઉન્ટિંગ બૂથની અંદર કરવામાં આવે છે. આ બૂથમાં માત્ર સત્તાવાર કર્મચારીઓને આવવાની પરવાનગી હોય છે. આ પ્રકારે વીવીપીએટીની સંખ્યા પર અંતિમ મહોર લાગે છે.

Download Our B K News Today App



Related News