રસ્તા સારી ક્વોલિટીના નહી હોય તો બૂમ પડશે જ, કેવુ કામ કર્યુ છે તેના ફોટા વડાપ્રધાન સુધી પહોંચે છેઃ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 15:48:20
  • Views : 124
  • Modified Date : 2023-07-21 15:48:20

ગુજરાતના વિકાસની આબરુના ધજાગરા કરનાર હલ્કી ગુણવત્તાના રોડને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે આકરા શબ્દોમાં ટકોર કરી હતી. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મહાનગર અને નગરપાલિકાઓના વિકાસ માટે ચેક વિતરણ અંગેના કાર્યક્રમમાં સંબોધન કરતા, મુખ્ય પ્રધાને રસ્તાઓની ખરાબ ગુણવત્તા સંદર્ભે કહ્યું કે, જે પણ કામ કરો એ કામની ક્વોલિટી સારી જ હોવી જોઈએ. રસ્તા પર ખાડા પડે તો એની બૂમ પડશે જ. ખરાબ રસ્તા અંગે પણ જવાબદારી નક્કી થશે. હવે તમે કેવું કામ કરો છો, ક્યાં કચાશ રહી છે એના તમામ ફોટો pm સુધી પહોંચે છે.છેલ્લા કેટલાક સમયથી ગટરની સાફ સફાઈ માટે ગટરમાં ઉતરતા સફાઈ કર્મી મૃત્યુ પામ્યા હોવાના બનાવ બન્યા છે, તેને ધ્યાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વડાઓને સુચના કરતા કહ્યું કે, ગટરોની સફાઈ મશીનથી જ થવી જોઈએ. ગટરની સાફ સફાઈ માટે કોઈ વ્યક્તિને ગટરની અંદર ઉતારવા જોઈએ નહી.

Download Our B K News Today App



Related News