મેથી મારવાની કળા પુસ્તકના લેખકની પોલ ખુલી રાજ્યના તમામ જિલ્લામાં તપાસ થાય તો કરોડોનું કૌભાંડ બહાર આવે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-22 13:13:27
  • Views : 374
  • Modified Date : 2021-07-22 13:13:27

     ગાંધીનગર સ્થિત સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના એક અધિકારી જાેડે સાવ બે કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે. રાજ્ય કચેરીના વર્ગ બે ના કર્મચારી નિપુણ ચોકસી પાસે કરોડો રૂપિયા કેશ પકડાઈ છે. કહેવાય છે કે સમગ્ર શિક્ષા અભિયાનમાં સૌથી વધારે બજેટ બાંધકામ, એસટીપી અને પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પાછળ વપરાય છે. પૈકી સિવિલનું બજેટ એવું તે કેટલું હશે કે કરોડો રૂપિયા કેશ પકડાય તે સમજી શકાય એમ છે. જ્યારે રાજ્યના અધિકારી આટલા રૂપિયા સાથે પકડાય ત્યારે વહીવટી તંત્ર નાણાં ક્યાંથી આવ્યા અંગે શોધખોળ કરી રહેલ છે. જિલ્લા કક્ષાના સિવિલ એટલે કે બાંધકામના ઇજનેરો પણ ખાયકી કરી રહ્યા છે.

     જ્યાં સુધી વિવિધ જિલ્લાની વાત છે ત્યાં સુધી વર્ષોથી જિલ્લામાં સિવિલ ઇજનેરો મનમાની ચલાવી રહ્યા હોવાની ફરિયાદો અવાર નવાર ઉઠવા પામી છે. આજે અધિકારીએ સમગ્ર રાજ્યમાં સિવિલ વિભાગમાં મેથી મારવાનું શીખવી દીધું છે. અહીં ઉલ્લેખ જરૂરી છે કે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી બે નંબરમાં પૈસા કમાઈ રાજ્યના શિક્ષણ તંત્રની મેથી મારી રહ્યાનું શીખવી દીધાનું જાણવા મળે છે. ત્યારે જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બાંધકામમાં ક્યાં ક્યાં મેથી મરાઈ ચુકી છે કે મારવામાં આવશે અંગે જિલ્લા પ્રોજેકટ ઓફિસર ઘટતી કાર્યવાહી કરે તેવું શિક્ષણ આલમમાં ચર્ચાઈ રહ્યું છે.

 

કચેરીમાં શું છે ?

સરકારી ધારા ધોરણ મુજબ જ્યારે સરકાર બધે પહોંચી શકે ત્યારે ઝડપી પ્રક્રિયા માટે વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૯૮ થી વિવિધ નામે કામ થાય માટે સ્પોર્ટડ કરવા પ્રાથમિક શિક્ષણ પરિષદ અને સાથે ડીપીઈપી, સર્વ શિક્ષા અભિયાન અને અત્યારે સમગ્ર શિક્ષા અભિયાનને નામે સીધી રીતે શિક્ષણની સ્થિતિ સુધારવા કામ કરવામાં આવે છે. કચેરીના વડા આઈએએસ કક્ષાના અધિકારી હોય છે. એક આઈએએસ અધિકારીની કચેરીમાંના નાના ઓફિસર આટલા રૂપિયા બનાવી શકે તો ઓફિસના અન્ય અધિકારી પાસે તપાસ થાય તો ઘણું બહાર આવે એમ છે.

 

    મેથી મારવામાં કોણ કોણ જાેડાયેલ છે તેની તપાસ જરૂરી એક તરફ શિક્ષણને મહત્વ આપી રાજ્ય સરકાર ગુજરાતને આગળ લાવવા મથામણ કરે છે ત્યારે મેથી મારવાની કળા પુસ્તક લખી શિક્ષણ મંત્રીને હાથે વિમોચન કરાવી ધાક બેસાડવા પ્રયત્ન કરનાર નિપુણ ચોકસીએ પૈસા કમાવવામાં પોતાની નિપુણતા દર્શાવી દીધી છે. એક નાના અધિકારી પાસે જ્યારે કરોડોની કેશ મળી આવે છે ત્યારે અન્ય અધિકારીઓ પણ એમાં સમાયેલ હોય સામાન્ય બાબત છે. આમ બાબતે મેથી મારવામાં કોણ કોણ જાેડાયેલ છે તેની તપાસ થાય તે ખૂબ જરૂરી છે.

 

પી.ભારતી કે ગઢવી ચારણ જવાબદાર ?

છેલ્લે થયેલ આઈએએસ ઓફિસરની બદલીઓમાં પી.ભારતીને સમગ્ર શિક્ષા અભિયાનમાંથી બદલી દેવાયા છે. સામે પક્ષે જગ્યા ઉપર પ્રમોટેડ આઈએએસ ગઢવી ચારણની સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર તરીકે નિમણૂંક થઈ છે. કચેરીમાંથી જાણવા મળ્યા મુજબ પી.ભારતી ભ્રષ્ટાચારથી વાકેફ હતા. સિનીયર આઈએએસ અને ઈમાનદાર મહિલા અધિકારી તરીકે ઓળખ ધરાવતા પી.ભારતીને બદલી એમની જગ્યાએ પ્રમોટેડ આઈએએસની નિમણૂક કરતાં હવે નવીન એસપીડી બાબતને ઢાંકવા અહીં મુકાય છે કે સત્યની સાથે રહી કૌભાંડની તપાસ કરાવી ન્યાય અપાવશે જાેવું રહ્યું.

 

પૈસા બનાવવા આડેધડ ગ્રાન્ટનો દૂર ઉપયોગ જિલ્લામાં જ્યાં જરૂર છે ત્યાં રૂમ, શૌચાલય કે પાણીની ટાંકી નથી જ્યારે કેટલીક શાળાઓમાં જરૂર કરતાં વધારે સુવિધાઓ આપી જિલ્લા એસએસએ દ્વારા  ખાયકી કરવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવી રીતે વહેંચાય છે પૈસા ?

સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં દરેક તાલુકામાં એક ઈજનેર છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બજેટ એવું બનાવવામાં આવે છે કે બધાને પ્રસાદ મળી શકે. રાજ્ય કચેરીના અધિકારી ક્યાંય સ્થળ મુલાકાત કરવા જતાં નથી. આમ છતાં એમને કરોડો રૂપિયા મળે છે. વ્યવહાર રોકડો ચાલે છે. તાલુકા ઈજનેર જિલ્લામાં ખાયકી કરાવે. જિલ્લાના અધિકારી રાજ્યના નાના અધિકારીને પૈસા ખવડાવે જ્યારે રાજ્યના નાના સાહેબ મોટેરા અધિકારીને પૈસા ખવડાવે છે. બધાજ ધરાઈને પૈસા લેતા હોય છે. સમયે બાંધકામની ગુણવત્તા જળવાતી હોવાનું જાણકારો કહી રહ્યા છે.

દર સપ્તાહે બધા ઈજનેર એકઠા થઇ એમનો વ્યવહાર જિલ્લા ઇજનેરને

આપે છે કહેવાય છે કે દર સપ્તાહે જિલ્લા કચેરી ખાતે બધા ઈજનેર એકઠા થઇ એમનો વ્યવહાર જિલ્લા ઇજનેરને આપે છે. જિલ્લા ઈજનેર જિલ્લા પ્રોજેકટ ઓફિસરને ખુશ કરી રાજ્યમાં પૈસા મોકલે છે. આમ બનાસકાંઠા જિલ્લાના ઇજનેરો અને અન્ય જિલ્લાના ઈજનેર અબજાેના બજેટમાંથી કરોડોની ખાયકી કરતાં હોય છે. રાજ્યના શિક્ષણમંત્રી પણ જાેડાયા હોવાનું અનુમાન નાણાંકીય વ્યવહારમાં રાજ્યના શિક્ષણ મંત્રી પણ જાેડાયા હોવાનું ચર્ચાય છે. થોડા દિવસો પહેલા જ્યારે અધિકારી દ્વારા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે મેથી મારવાની કળા' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જરૂર વગરના ખર્ચ કરવા માટે એસએસએ કાયમી તૈયાર જરૂર હોય અને સરકાર પહોંચી શકે એવી સ્થિતિમાં ઝડપી કામ કરવા માટે એસએસએ કાર્ય કરે છે. જાે કચેરીનો ઇતિહાસ જાેવામાં આવે તો જરૂર વગરના કરોડોના ખર્ચ કરવા કચેરી બદનામ છે. અગાઉ ગુજરાતના  પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને વર્તમાન રાજ્યપાલના લખેલ પુસ્તકો દરેક શાળામાં ફરજિયાત ખરીદવામાં આવે એવા આદેશ થયા હતા. ત્રીસ રૂપિયાની ચોપનિયા છાપ ચોપડી ૩૦૦ કરતાં વધારે રકમ આપી કચેરીએ ફરજીયાત ખરીદવા આદેશ કર્યો હતો. વખતે શિક્ષણ મંત્રી તો આજે છે હતા. સમયે માર્ચ મહિનો પૂરો થયો હતો છતાં માર્ચ મહિનાનું ખરીદીનું બિલ ઉધારવા સમગ્ર રાજ્યની શાળાઓને આદેશ થયા હતા. આમ કચેરી દ્વારા નેતાઓને કરોડો કમાવી આપવામાં આવે છે. એવું વખતે પણ થયું છે. કોમ્યુટર લેબ,સ્માર્ટ સ્કૂલ અને આવા અનેક ગતકડાં કરી કચેરી દ્વારા નેતાઓને ખુશ કરવામાં આવે છે. એમાં મેથી મારવાની કળાના નિપુણ લોકો પણ જાેડાયેલ હોઈ કોઈને કશું થતું નથી.

Download Our B K News Today App



Related News