પતિએ પરિવારથી અલગ રહેવા જવાની ના પાડી તો પત્નીએ આત્મહત્યા કરી, પત્નીની લાશ જોઈ પતિએ પણ આત્મહત્યા કરી લીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:14:34
  • Views : 414
  • Modified Date : 2021-03-07 17:14:34

    ગુજરાતમાં સામુહિક આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. વડોદરા અને આણંદ બાદ વલસાડ જિલ્લામાં પણ સામુહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે.વલસાડ જિલ્લાના ડુંગળી નજીક આવેલા માલવણના અગાર ફળિયામાં રહેતા એક દંપતીએ ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી લીધાનો બનાવ બન્યો છે. બનાવની વિગત પર નજર કરીએ તો, માલવણના અગાર ફળિયામાં રહેતો 30 વર્ષીય, પ્રફુલ રમેશભાઈ પટેલના પ્રિયંકા સાથે વર્ષ 2016માં લગ્ન થયા હતા. સાસુ વહુ વચ્ચે થતા ઘરકંકાસને લઈને પ્રિયંકાએ પ્રફુલ સાથે અલગ ઘરમાં રહેવા વાત કરતી હતી. પરંતુ, પ્રફુલ તેના માતા પિતાને છોડી જાવા તૈયાર થતો ન હતો.

    શનિવારે રાત્રે પણ પતિ પત્ની વચ્ચે તૂતુમેમે થઈ હતી. રવિવારે પ્રફુલને રજા હોવાથી તે ઘરે હતો. પ્રફુલના માતા પિતા નજીકમાં સંબંધીની ખબર અંતર પૂછવા ગયા હતા. રવિવારે બપોરે ઘરના બેડરૂમમાં પ્રિયંકાને સાસુ સસરાથી અલગ ભાડાનું મકાનમાં રહેવાની ના પાડતા પ્રિયંકાને મનદુઃખ લાગી આવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રફુલે પ્રિયંકાને ફાસો ખાધેલી હાલતમાં જોઈને પ્રફુલે 3 વર્ષના બાળકને ઓટલા ઉપર રમવા જણાવી ઘરનો દરવાજો બંધ કરી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

    પ્રફુલનો મિત્ર ભાવેશને પ્રફુલનું કામ પડતા ભાવેશે પ્રફુલને ઘણા ફોન કર્યા હતા. પ્રફુલે ફોન ન ઉપાડતા ભાવેશ ઘરે આવી પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવવા છત્તા દરવાનો ન ખોલતા ભાવેશે પ્રફુલના માતા પિતાને ફોન કરીને જાણ કરી હતી. તેના માતા પિતા ઘરે આવી પહોંચ્યા બાદ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશતા ભાવેશ અને પ્રિયંકાએ ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘરમાં સુસાઇડ નોટ મળી નથી. પોલીસે FSLની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં પ્રિયંકાએ પહેલા ફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લાશને PM કરવી આગળની તપાસ હાથ ધરી છે

    રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન સામુહિક આત્મહત્યાનો આ ત્રીજો બનાવ નોંધાયો છે. વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા આજદિન સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો અન્ય એક બનાવ આણંદમાં બન્યો હતો. આણંદમાં આર્થિક સંકડામણના કારણે માતાએ તેના બે સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા માતા અને પુત્રના મોત થયા હતા. જ્યારે પુત્રીનો આબાદ બચાવ થયો હતો.

Download Our B K News Today App



Related News