અમદાવાદમાં મેચ માટે યુવકે ઓનલાઇન 10 ટિકિટ બુક કરાવી તો 9 ટિકિટ જ ઘરે આવી, પાર્કિગમાં પણ બુકિંગ નહીં થતુ હોવાની ફરિયાદો ઉઠી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-20 13:43:46
  • Views : 309
  • Modified Date : 2021-02-20 13:43:46

    આગામી 24મી ફેબ્રુઆરીના રોજ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે ડે- નાઈટ ટેસ્ટ યોજાવાની છે. જેમાં ઓનલાઇન ટિકિટ બુકીંગ અને પાર્કિગ બુકીંગમાં છેતરપિંડી અને ધાંધિયા સામે આવ્યા છે. ત્રણ દિવસ પહેલા Bookmyshow એપ પરથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે ઓનલાઇન ટિકિટ બુક કર્યા બાદ ટિકિટ ન આવી હોવાનો કિસ્સો બન્યો છે. ચાંદખેડામાં રહેતા યુવકે Bookmyshow એપ પરથી ઓનલાઇન 10 ટિકિટ બુક કરાવી હતી પરંતુ તેને 9 ટિકિટ જ મળી હતી. કંપનીના નંબર પર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. ઉપરાંત Amdapark એપ પર વાહન પાર્કિગનું બુકીંગ કરાવવાનું હોય છે પરંતુ એપમાં બુકીંગ જ થતું ન નથી જેથી લોકો મુંઝવણમાં છે કે જો બુકીંગ નહિ થાય તો વાહન પાર્ક ક્યાં કરવાનું?

    ચાંદખેડાના રહેવાસી વેદ પટેલે ત્રણ દિવસ પહેલા Bookmyshow પરથી રૂ. 450ના દરની 10 ટિકિટ ઓનલાઇન બુક કરાવી હતી. મારા ઘરે ટિકિતટનું કુરિયર આવ્યું હતું. જે ખોલીને જોતાં તેમાં 10ની જગ્યાએ 9 જ ટિકિટ આવી હતી. N સિરીઝની એક ટિકિટ મળી નથી. આ બાબતે જ્યારે કુરિયર પર bookmyshowના લખેલા નંબર પર ફોન કર્યો ત્યારે ફોન રિસીવ જ નથી કરતા અને જો થઈ જાય તો સરખો જવાબ પણ આપવામા આવ્યો નથી. આજે મોટેરા સ્ટેડિયમમાં પણ આવ્યો હતો પરંતુ અહીંયા કોઈ જવાબ નથી મળ્યો. પૈસા ખર્ચી ટિકિટ લીધી પરંતુ 9 જ આવી છે બાકીની એક ટિકિટ કંપની મને આપે.

    સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર લોકોને પાર્કિગ પાસે પૈસા ખર્ચી વાહન પાર્કિગ કરવાનું હોવાથી Amdapark એપ પર બુકીંગ શરૂ કરવામા આવ્યું છે પરંતુ એપ ઉપર બુકીંગ જ થતું નથી. કેટલાંક લોકોએ આ મામલે સવાલ ઉભા કરી ટ્વીટ કર્યા છે. જ્યારે વાહન નંબર નાખી અને પાર્કિગ સિલેક્ટ કરી confirm booking પર ક્લિક બાદ ટ્રાન્ઝેક્શન પ્રોસેસમાં જ બતાવે છે. આ કારણે લોકો બુકિંગ કરી શકતાં નથી. લોકોના મનમાં સવાલ છે કે બુકીંગ નહિ કરીએ તો વાહન ક્યાં પાર્ક કરવાનું ? બહાર ક્યાંય પાર્ક કરીશું તો ટ્રાફિક પોલીસ વાહન ટો કરી જાય તો જવાબદારી કોની?

    અમદાવાદના એક વ્યકિતએ ભાજપના પ્રચારમાં જઈને પૈસા ભેગા કર્યા અને તે પૈસામાંથી ટિકિટ લેવા માટે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે ઓફ્લાઈન ટિકિટમાં સૌ પ્રથમ ટિકિટ બુક કરાવી અને બુક કરાવ્યા બાદ ખૂબ જ ઉત્સાહ પૂર્વક સ્ટેડિયમ બહાર આવ્યા હતા.ભરત ખત્રી કાલુપુરમાં આવેલ ભંડેરી પોળમાં રહે છે. ભરત ભાઈ નોકરી ધંધો કરતા નથી.આવનારી કોર્પોરેશનની ચૂંટણીઓ ભાજપ દ્વારા પ્રચાર થઈ રહ્યો હતી તે પ્રચારમાં ભરતભાઈ પણ જોડાયા હતા.પ્રચાર દરમિયાન તેમને જે પૈસા મળતા હતા તે પૈસા ભેગા કર્યા હતા અને આજે પ્રચાર પડઘમ શાંત થતાં જાહેર રેલી અને કાર્યક્રમ પણ બંધ થયા હતા જેથી તેમની પાસે કોઈ કામ નહોતું અને પ્રચાર દરમિયાન જે પૈસા ભેગા થયા હતા તે પૈસામાંથી તેમને મોટેરામાં યોજાવનારી ઇન્ડીયા - ઇંગ્લેન્ડની મેચની પ્રથમ ઓફ્લાઈન ટિકિટ લીધી છે.



Download Our B K News Today App



Related News