લક્ઝુરિયસ કાર ખરીદ્યા બાદ બે દિવસમાં બગડી તો કાર માલિકે ગધેડા જોડીને કર્યો વિરોધ

  • Published By :
  • Published Date : 2022-09-17 16:38:16
  • Views : 296
  • Modified Date : 2022-09-17 16:38:16

નવી કારમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી હતી અને તેઓ જ્યારે કારની સમસ્યા લઈને શો રૂમમાં ગયા તો કાર શોરૂમ સંચાલકોને ન તો કાર બદલી આપી કે ન તો રિફન્ડ આપ્યું. આખરે કંટાળીને કાર માલિકે કારની આગળ પોસ્ટર લગાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો.તમે  હોંશથી લક્ઝુરિયસ કારની ખરીદી કરો અને અઢળક રૂપિયા ખર્ચીને ખરીદેલી કાર બે દિવસમાં  જ બગડે તો સ્વાભાવિક છે કે ખરીદનાર વ્યક્તિ ગુસ્સે થઈ જાય. આવી જ પરિસ્થિતિ વડોદરાના એક વ્યક્તિ સાથે ઉભી  થઈ છે અને તેના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. એક ભાઈ તેમની કારના લીધે  હાલ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ છે કે આ કાર માલિકે થોડા દિવસ પહેલા રૂપિયા 24 લાખની નવી લક્ઝુરિયસ કાર ખરીદી હતી. જોકે નવી કાર ચલાવવાનો આ ભાઈનો ઉત્સાહ થોડા સમયમાં જ ઉતરી ગયો હતો. કાર માલિકે આ મોંઘી કાર શો રૂમની બહાર ઉભી રાખી દીધી હતી અને ગાડી પર પોસ્ટર લગાવ્યું હતું કે 24 લાખની કાર બે દિવસમાં બગડી. વળી કાર માલિકે તો કારની આગળ ગધેડાં પણ જોડી દીધા હતા અને ઢોલ વગાડીને આ ખરાબ કાર અંગેની જાહેરાત કરી હતી. તેમણે શો રૂમ સંચાલકો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોપ છે કે આ કાર અંગે અનેક વખત રજૂઆત કરી હતી છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. આ વિરોધને જોઈને શોરૂમના કર્મચારીઓ દોડતા થયા હતા અને જલદી જ તેમની સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News