ઇડરની લબ્ધિનગર સોસાયટીમાં ભરશિયાળે પીવાના પાણીનો પોકાર ઉઠવા પામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 13:43:53
  • Views : 345
  • Modified Date : 2020-02-06 15:00:49

ઇડરની લબ્ધિનગર સોસાયટીમાં ભરશિયાળે પાણીનો કકળાટ સર્જાતાં રહિશોએ નગરપાલિકાને લેખિત અરજી થકી પાણી પુરુ પાડવા માંગ કરી છે.આ સોસાયટીના રહિશો છેલ્લા 10 માસથી ઘર વપરાશના પાણી વિના ટળવળી રહ્યા હોવા છતાં, વેરો વસૂલવા ઢોલ પિટતુ તંત્ર પાણી આપવાને મામલે પાણીમાં બેસી ગયું હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.શહેરના વલાસણા રોડ પર આવેલા લબ્ધિનગર સોસાયટીમાં છેલ્લા પાંચેક વર્ષથી 40 જેટલા પરિવારો વસવાટ કરે છે. નગરપાલિકા વિસ્તારમાં આવતી આ સોસાયટીના રહિશો પાણી વેરા સહિતના કર સમયસર ભરતા હોવા છતાં અહીં છેલ્લા 10 માસથી ઘર વપરાશના પાણીનો પુરવઠો બિલકુલ મળતો નથી. જેને લઇ પાણીને મામલે રહિશોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. હાલમાં સોસાયટીના બોરથી લોકોને પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. અને આ બોરનું લાઇટ બીલ સહિતનો મેઇન્ટેનન્સ ખર્ચ પણ રહિશો ભોગવી રહ્યા હોવાનું સ્થાનિકએ જણાવ્યું હતું. 

Download Our B K News Today App



Related News