ઈડર નગરપાલિકા દ્વારા ભષ્ટ્રાચાર આચરાયો હોવાના આક્ષેપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 13:37:53
  • Views : 350
  • Modified Date : 2020-01-29 13:37:53

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ અંગે વર્ષે દહાડે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં  લાખો -કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. પરંતુ કયારેક આવી ગ્રાન્ટો યોગ્ય રીતે વાપરવામાં ન આવતા મોટા ભ્રષ્ટ્રાચારો બહાર આવતા હોય છે. ત્યારે ઈડર શહેર કોગ્રેસ સમિતી દ્વારા ઈડર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા બ્યુટીફીકેશનમાં લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આચરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગે ભ્રષ્ટ્રાચારના અગાઉ પણ સોશિયલ મીડિયામાં વીડિયો કિલપ પણ વાયરલ થઈ હતી. જેના કારણે શહેરીજનોમાં આ ભ્રષ્ટ્રાચાર મામલે અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. તો બીજીતરફ ઈડર ન.પામાં ગટર યોજનાના ભાગ-૧માં પણ મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું સામે આવ્યું છે. 

Download Our B K News Today App



Related News