ICICI પ્રુડેન્શિયલે બિઝનેસ સાયકલની થીમમાં રોકાણ કરવા માટે નવી ફંડ ઓફર NFO લોન્ચ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 14:44:11
  • Views : 263
  • Modified Date : 2020-12-23 14:44:11

    જો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા માર્કેટના રોકાણકાર છો તો તમને બિઝનેસ સાયકલની થીમમાં રોકાણ કરવાની તક મળી છે. દેશની મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંથી એક ICICI પ્રુડેન્શિયલએ આ થીમ પર એક નવી ફંડ ઓફર (NFO) લોન્ચ કરી છે. આ NFOએ 29 ડિસેમ્બરના રોજ ખુલશે અને 12 જાન્યુઆરીએ બંધ થશે.આ એક ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે જે બિઝનેસની થીમનું પાલન કરે છે. આ સ્કીમ ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને લાંબા સમયગાળામાં એક સારા કોર્પસને તૈયાર કરે છે. આ ફંડ વિવિધ સેક્ટર્સમાં ડાયનામિક ફાળવણી દ્વારા બિઝનેસ સાયકલ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

    ICICI પ્રુડેન્શિયલ AMCના MD અને CEO નિમેશ શાહે કહ્યું કે, શેર માર્કેટમાં રિટર્ન સામાન્ય રીતે વિવિધ બિઝનેસ સાયકલના તબક્કાઓથી પ્રભાવિત થાય છે. કોઈ ખાસ બિઝનેસ સાયકલમાં ચાર વિવિધ તબક્કા હોઈ શકે છે. તેમાં ગ્રોથ, મંદી ઘટાડો અને રિકવરી. તમામ તબક્કા અલગ હોય છે પરંતુ મુખ્ય તબક્કાઓને ઓળખવા અને રોકાણની દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવે તો સકારાત્મક રોકાણનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.

    ICICI પ્રુડેન્શિયલ બિઝનેસ સાયકલ ફંડ ટોપ-ડાઉન ટ્રેન્ડ અપનાવશે. તેમાં મેક્રો ઈન્ડિકેટર પર દેખરેખ (આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ બંને) અને યોગ્ય થીમ/સેક્ટરોની પસંદગી અને તેમાં શેરની પસંદગી કરી બિઝનેસ સાયકલને ઓળખવા માટે વ્યૂહરચના અપનાવવામાં આવશે. વર્તમાનમાં બિઝનેસ સાયકલ કેટલા દિવસ સુધી ચાલશે અથવા કેટલો ઝડપથી અંત આવશે તે મેક્રો ઈકોનોમિક પરિસ્થિતિ પર આધાર રાખશે. તે ઉપરાંત આ બિઝનેસ સાયકલ દરમિયાન સરકારની નાણાકીય પોલિસી અને રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ પર આધાર રાખશે. આવી સ્થિતિમાં રોકાણની સારી તક તમને મળી શકે છે.ICICI પ્રુડેન્શિયલ બિઝનેસ સાયકલ ફંડ વિવિધ રીતે કામ કરે છે. તે મેક્રો (અર્થવ્યવસ્થા)ની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનાથી રોકાણકારોની પહોંચ કોઈપણ સમયે તે સેક્ટર્સ સુધી થાય છે જે આકર્ષક લાગે છે. આ વ્યૂહરચનાથી તે ક્ષેત્રમાં ડાઈવર્સિફિકેશનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ મદદ મળે છે.

    ICICI મ્યુચ્યુઅલ ફંડની પાસે ભારતની સૌથી મોટી અને અનુભવી ટીમોમાંથી એક છે. તેના ED અને CEO એસ નરેન તેનું નેતૃત્વ કરે છે, જે મેક્રો પરિસ્થિતિઓ અને માર્કેટ સાયકલ પર તેમના કોલ માટે જાણીતા છે. સ્કીમનું સંચાલન અનીશ તવાકલે, ઈહાબ દલવઈ અને મનીષ બાંઠિયાં કરશે. છેલ્લા દસ વર્ષોમાં સરળ મોનિટરી પોલિસી અને વ્યાજ દરમાં ઘટાડાથી અસ્થિરતા ઓછી રહી છે. તે ઈક્વિટી માટે એક અસેટ ક્લાસ તરીકે અને લાંબા સમયગાળાની સ્કીમ માટે પોઝિટિવ રહી છે.

  જો કે, આવનાર દાયકો રેટ કટ માટે એક મર્યાદિત તક હોઈ શકે છે. આવા સમયમાં આ પ્રકારની બિઝનેસ સાયકલની થીમ સારું પ્રદર્શન કરી શકે છે.



Download Our B K News Today App



Related News