બોચું ઝાલીને જેલમાં નાખી દઇશ...પાર્કિંગ બાબતે PSIની ધમકી બાદ ક્ષત્રિય ઠાકોરો ગુસ્સે ભરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 15:48:45
  • Views : 74
  • Modified Date : 2023-09-30 15:48:45

વડનગરમાં તોરણીયા વડ ખાતે પીએસઆઈ એમ.બી ગોસ્વામી અને આયોજકો સાથે રકઝક બાદ મામલો ગરમાયો છે. બારપરા ઠાકોર સમાજ અને નેજાધારી કેમ્પના આયોજકો PSI એમ.બી ગોસ્વામીની બદલીની માંગ કરી રહ્યા છે. બારપરા ઠાકોર સમાજ અને નેજાધારી કેમ્પના આયોજકોએ 2 ઓક્ટોબરે વડનગર બંધનું એલાન કર્યું છે. તોરણીયા વડ ખાતે યોજાયો હતો કેમ્પઅંબાજી ભાદરવી પૂનમના મેળામાં ચાલીને જતાં પદયાત્રીઓ માટે વડનગરના તોરણીયા વડ ખાતે સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન મંગળવારે સાંજે નેજાધારી સેવા કેમ્પમાં કલાકારો રમઝટ બોલાવી રહ્યા હતા. આ દરમિયાન લોકોની સંખ્યા વધી જતાં અહીં ટ્રાફિકની કાર્યવાહી કરી રહેલા PSI એમ.બી ગોસ્વામી લાલઘુમ થઈ ગયા હતા. '...બોચું જાલીને જેલમાં પૂરી દઈશ'તેઓએ ચાલું કાર્યક્રમમાં કહ્યું હતું કે 'રોડ ઉપર ગાડા ન મૂકતા, નહીં તો પાંચ મિનિટમાં બધુ બંધ કરાવી દઈશ. રોડ ઉપર કોઈ મરી જશે તો કોઈપણ આયોજક હશે બોચું જાલીને જેલમાં પૂરી દઈશ.વડનગર PSI એમ.બી ગોસ્વામીનો બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો. PSIની બદલીની માંગ સાથે આપ્યું હતું આવેદનPSIના અસભ્ય વર્તનથી આયોજકો અને અગ્રણીઓ નારાજ થઈ ગયા હતા. બુધવારે નેજાધારી કેમ્પના આયોજકો અને અગ્રણીઓએ રેલી કાઢીને પીએસઆઈ સામે કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું.  PSI એમ.બી ગોસ્વામીની બદલી ન થતા બારપરા ઠાકોર સમાજ અને નેજાધારી કેમ્પના આયોજકો દ્વારા 2 ઓક્ટોબરે વડનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News