રક્ષા મંત્રીએ કહ્યું- હું ખેડૂત પરિવાર અને મોદી ગરીબ ઘરમાં જન્મ્યા છીએ, ખેતી વિશે રાહુલથી વધુ જાણીએ છીએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:46:36
  • Views : 265
  • Modified Date : 2020-12-30 11:46:36

    નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન ચાલુ છે. સરકાર સાથે તેમની આજે સાતમી વખત વાતચીત થવાની છે. વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર હુમલાઓ કરી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ હવે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું- હું ખેડૂત પરિવારમાં જન્મ્યો છું. આ કારણે ખેતી વિશે રાહુલ ગાંધી કરતા વધુ જાણું છું. વડાપ્રધાન મોદીએ પણ ગરીબ ઘરમાં જન્મ લીધો હતો. ઈન્ટરવ્યુમાં રાજનાથે ચીન સાથેના તણાવ અને ખેડૂત આંદોલન વિશેના સવાલોના જવાબ આપ્યા. તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે LACમાં તણાવ ઓછો કરવાના મુદ્દે ચીન સાથે વાતચીત ચાલુ છે. જોકે અત્યાર સુધીમાં આ બાબતે સફળતા મળી નથી. જાણો રક્ષા મંત્રીએ ક્યાં મુદ્દે શું કહ્યું ?

    રાહુલ ગાંધી કેન્દ્ર સરકારને ખેડૂતોના મુદ્દા પર સતત ઘેરતા આવ્યા છે. એક સવાલના જવાબમાં રાજનાથ કહ્યું હું એક ખેડૂત પરિવારમાં જન્મ્યો છું. મોદી પણ ગરીબ પરિવારમાં જ જન્મ્યા છે. હું ખેતી વિશે રાહુલ ગાંધીથી વધુ જાણું છું. નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોને ફાયદો થશે. જોકે હા કે ના વાળી માનસિકતા વિશે વાતચીત ન કરી શકાય. ખેડૂતોએ દરેક કાયદાઓ વિશે ક્લોઝ બાય ક્લોઝ વાતચીત કરવી જોઈએ. તેમનું જે દર્દ છે, તે અમારું પણ દર્દ છે.

Download Our B K News Today App



Related News