ઇ-ગ્રામ પંચાયતમાંથી પણ રેશનિંગ કાર્ડમાં સુધારો થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 13:28:11
  • Views : 1130
  • Modified Date : 2019-12-27 13:28:11

ગુજરાત સરકાર દ્વારા રાજયની 14,292 ઇ-ગ્રામ પંચાયતને રેશનીંગ કાર્ડમાં સુધારો કરવાની સત્તા અપાઈ છે. જેમાં ગ્રામ્યસ્તરે અત્યારસુધી રેશનીંગ કાર્ડમાં સુધારો મામલતદાર કચેરી મારફત થતો હતો.જે હવે ઇ-ગ્રામ પંચાયતમાંથી પણ થશે તેવો પરિપત્ર સરકારે જાહેર કર્યો છે.જેમાં ઇ-ગ્રામ પંચાયતમાંથી સાત-બારના દાખલા, જન્મ-મરણના દાખલા, ટેક્સ કલેકશન, વીજળી બિલ સહિતની કામગીરી ઇ-ગ્રામ પંચાયત હેઠળ કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે વી.સી.ઇ દ્વારા થઇ રહીં છે. જેમાં રેશનીંગકાર્ડમાંથી નામ રદ કરવું, નામ ઉમેરવું કે રેશનીંગ કાર્ડમાં સુધારો પણ થશે. આમ રેશનીંગ કાર્ડમાં સુધારા માટે દરેક સુધારાદીઠ રૂ. 20નો ચાર્જ નાગરિકે ચુકવવાનો રહેશે. જેમાં સુધારા કરવા ઇચ્છતા નાગરિકે વી.સી.ઇ પાસે જઇને નિયત નમુનાનું ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ સાથે રજૂ કરવાના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. આમ પ્રમાણપત્રો સ્કેન થઇને તેની ઓનલાઇ્ન ચકાસણી બાદ જરૂરી સુધારો રેશનીંગ કાર્ડમાં થઇ જશે.

Download Our B K News Today App



Related News