પિલુડા ગામના પંડ્યા પરિવાર માંથી પતિ પત્ની અને બે પિલુડા ગામના પંડ્યા પરિવાર માંથી પતિ પત્ની અને બે દિકરીઓ એ ઝંપલાવ્યુંદિકરીઓ એ ઝંપલાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 09:42:36
  • Views : 319
  • Modified Date : 2022-04-18 09:42:36


થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ એક બાજુ આશીર્વાદરૂપ નીવડી છે ત્યારે બીજી બાજુ મોતની કેનાલ પણ સાબિત થઈ છે જેમાં થરાદ તાલુકાના પીલુડા ગામ ના એક જ પરિવારના ચાર સદસ્યોએ ભાપી પાસેથી પસાર થતી કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવી આખા પરિવારે મોતને વહાલું કર્યું હતું જેમાં ૩૦ વર્ષીય પંડ્યા કાળાભાઈ મોહનભાઈ પંડ્યા અને તેમની પત્ની અને તેમની એક ચાર વર્ષની અને  એક દોઢ વર્ષની બાળકી સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું જેમાં તેમની સૌથી   મોટી દીકરી ઘરે ન હોવાથી ના કારણે તે સાથે ન જવાથી તે બચી ગઇ હતી જેમાં ઉલ્લેખનીય છે કે થરાદ તાલુકાના પીલુડા ગામ માં રહેતા ૩૦ વર્ષીય  પંડ્યા કાળાભાઈ મોહનભાઈ તેમની પત્ની અને તેમની ત્રણ દીકરીઓ સાથે રોજિંદા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા જેમાં રવિવારના બપોરના સુમારે તેમની પત્ની અને બંને દીકરીઓને મોટરસાઈકલ ઉપર બેસાડી અને ભાપી ગામમાંથી પસાર થતી મુખ્ય કેનાલ પાસે ગયા હતા જેમાં તેઓએ પોતાની પત્ની અને બંને દીકરીઓ સાથે કેનાલમાં એક સાથે ઝંપલાવ્યું હતું જેમાં આજુબાજુના ખેડૂતો અને લોકો જોઇ જતાં બુમરાણ ઊઠી હતી અને તાત્કાલિક ધોરણે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા નર્મદા કેનાલમાં મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી તેમજ આખબર વાયુ પ્રવાહે પ્રસરતાં પીલુડા ગામ માં એક જ પરિવારના લોકોએ અગમ્યકારણોસર આપઘાત કરતાં પીલુડા ગામ માં શોકની  લાગણી મચી જવા પામી હતી અને પંડ્યા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ હતી

Download Our B K News Today App



Related News