ડીસા તાલુકાના જેરડા ગામ પાસે બાઈક સ્લીપ ખાતા પતિ પત્ની અને બહેન ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 12:19:04
  • Views : 350
  • Modified Date : 2022-08-13 12:19:04


ડીસા તાલુકાના જેરડા ગામ પાસે બાઈક પર ડીસા તરફ આવી રહેલા પતિ પત્ની અને બહેન જેરડા ગામ પાસે બાઈક સ્લીપ ખાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.


ડીસા તાલુકામાં વધતા જતા અકસ્માતોમાં રોજે રોજ અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે ખાસ કરીને બાઈક સવારોને રોજેરોજ અનેક અકસ્માતો નડી રહ્યા છે વારંવાર સર્જાતા બાઈક સવારના અકસ્માતના પગલે અત્યાર સુધી અનેક માસુમ જિંદગીઓ મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતના પગલે લોકોમાં પણ ભય જોવા મળી રહે છે ત્યારે આવો એક અકસ્માત આજે ડીસા તાલુકાના જેરડા ગામ પાસે બન્યો હતો. જેમાં જેરડા ગામથી બાઇક પર સવાર થઈ ડીસા તરફ આવી રહેલા પતિ પત્ની અને બહેન નું બાઈક અચાનક જેરડા રોડ પર સ્લીપ ખાઈ જતા ત્રણેય જણ રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતા ની સાથે ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.જે બાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પતિ પત્ની અને બહેનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા


Download Our B K News Today App



Related News