કાંકરેજના કાકરાળા ગામે પત્નીની હત્યા કેસમાં પતિને આજીવનકેદ : ડીસાની સેશન્સ કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-16 11:53:40
  • Views : 286
  • Modified Date : 2021-06-16 11:53:40

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યાને આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આમ તો બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ રોજ બરોજ હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે કોરોનાવાયરસ ની મહામારી બાદ અત્યાર સુધી અનેક હત્યાઓ ની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ખરેખર અવારનવાર અત્યારે જેવી ગુનાહિત ઘટનાને અંજામ આપતા ગુનેગારો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર બનતી અત્યારે ઘટનાઓ અટકી શકે તેમ છે.

  કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે રહેતા જશીબેન ઠાકોર ના લગ્ન 11 વર્ષ અગાઉ સમાજનાં રીતિ-રિવાજ મુજબ મૈડકોલ ગામે રહેતા ભગાજી રામાજી ઠાકોર સાથે થયા હતા શરૂઆતમાં બંનેનું દામ્પત્યજીવન સુખરૂપ ચાલતાં તેઓને બે સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી.

     તે દરમિયાન 2018 ની સાલમાં જશીબેન પોતાના બે બાળકો સાથે પિયર ગયા હતા અને બાદમાં તેમના પતિ તેમને તેડવા માટે સાસરીમાં પહોંચ્યા હતા જોકે તે સમયે પરિવારમાં કોઈ હાજર ન હોવાથી માતા પિતા આવ્યા બાદ સાસરીમાં જવા માટે જાશીબેને તેમના પતિને કહ્યું હતું, પરંતુ વાતવાતમાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ ચપ્પા વડે પત્ની પર હુમલો કર્યો હતો તે સમયે જશીબેન ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ રસ્તામાં ઠોકર આવી જતાં તેઓ પડી ગયા હતા અને તે સમયે તેમના પતિએ પત્ની ના પેટ, છાતી પર ખંજર વડે આડેધડ ઘા કરી તેમની હત્યા કરી હતી.

      જે અંગેનો કેસ ડીસા ની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો આ કેસ દરમિયાન સરકારી વકીલ અને ધારદાર દલીલો, સંયોગિક પુરાવાઓ, સાક્ષી, પંચો ની જુબાની ના આધારે એડિશનલ સેશન્સ જજ સી કે મુનશીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્ત્રી પર  અત્યાચારો ઘટે, માનવ વધ જેવા ગુનાઓ બનતા અટકે અને ગુનેગારોને કાયદાનો ડર રહે તે માટે સમાજમાં દાખલારૂપ સજા ફટકારી હતી.

 

Download Our B K News Today App



Related News